• Gujarati News
  • ખંભાળિયા હાઇવે ઉપર આવેલા ટોલગેઇટમાં ભરવા પડતા ટોલ ટેકસથી બચવા ખાનગી ટ્રાવેલ્સ, કંપનીના વાહનચાલ

ખંભાળિયા હાઇવે ઉપર આવેલા ટોલગેઇટમાં ભરવા પડતા ટોલ ટેકસથી બચવા ખાનગી ટ્રાવેલ્સ, કંપનીના વાહનચાલકો ટોલગેઇટ નજીક આવેલી વાડીમાં બનાવાયેલા ખાનગી રસ્તામાં રૂ.10 ભરીને જતા-આવતા હોય છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગર-ખંભાળિયાહાઇવે પર બેડ નજીક આવેલા ટોલગેઇટ પાસેના ખાનગી રસ્તામાંથી ટોલ ટેકસ ભર્યા વગર પસાર થતાં ચાર વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વાહનો કબજે કરી લીધા હતા.


ખંભાળિયા હાઇવે ઉપર આવેલા ટોલગેઇટમાં ભરવા પડતા ટોલ ટેકસથી બચવા ખાનગી ટ્રાવેલ્સ, કંપનીના વાહનચાલકો ટોલગેઇટ નજીક આવેલી વાડીમાં બનાવાયેલા ખાનગી રસ્તામાં રૂ.10 ભરીને જતા-આવતા હોય છે.

આવા વાહનચાલકો સામે અસંખ્ય ફરિયાદો ઉઠી હતી. જેમાં સોમવારે રીતે પોલીસે જીજે-16-એકસ-1672ના ચાલક મેપાભાઇ રામાભાઇ લાબરીયાને, જીજે-10-બીઆર-2183ના ચાલક કાશીનાથ ઇશ્વરનાથ ચક્રવતીને, જીજે-10-ટીટી-8145ના ચાલક ધીરૂભાઇ પોપટભાઇ પરમારને, જીજે-10-ટીટી-9847ના ચાલક દેવરખી જેઠાભાઇ નંદાણીયાને રસ્તા પરથી પસાર થવા માટે અને ટોલ ગેઇટનો ટેકસ ભરવા માટે રોકી જીપીએકટ કલમ-188 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર્યવાહી પંચકોશી-બી ડીવીઝન દ્વારા કરવામાં આવી હતી.

ટોલ ગેટથી 500 મી. દૂરનો ખાનગી રસ્તો ઉપયોગમાં લેવાય છે

ટોલટેક્સ ભર્યા વગર પસાર થતાં વાહનચાલકો સામે ગુનો