• Gujarati News
  • શ્રીમદ્દ રાજચંદ્ર મિશનનું શહેરમાં સેન્ટર

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનનું શહેરમાં સેન્ટર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન

ભાસ્કરન્યૂઝ. જામનગર

શહેરમાંશ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર-જામનગર સ્પિરીચ્યુઅલ સેન્ટરની સ્થાપના થઇ રહી છે.

જ્ઞાનાવતાર, અધ્યાત્મમૂર્તિ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પથદર્શક શ્રીમદ્દ રાજચંદ્રજીએ વર્તમાન વિશ્વને આત્મકલ્યાણના પથનો-મોક્ષ માર્ગનો સંપૂર્ણ નકશો પ્રદાન કર્યો છે તેમના તત્વબોધપૂર્ણ અમૃતવચનો આપે છે અેક સુદૃઢ ધ્યેય, એક સુનિશ્ચિત દિશા, એક સુચારૂ માર્ગ, શ્રીમદ્દજીના પરમ ભકત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરૂદેવ રાકેશભાઇએ શ્રીમદ્દજીના પ્રેરક બોધના પ્રસાર અને પ્રચારમાં જીવનની પ્રત્યેક પળ સમર્પિત કરી છે તેમ દાવો કરીને જામનગર સેન્ટર દ્વારા ઉમેરાયું છે કે, મંગલમય નિશ્રામાં જામનગરમાં સેન્ટરના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયેલ છે. પૂજય ગુરૂદેવશ્રીની દિવ્યતાસભર ઉપસ્થિતિનો લાભ લેવા માટે જામનગરના જૈન-જૈનેતર જિજ્ઞાસુઓ માટે અધ્યાત્મપ્રવચનો, ભવ્ય શોભાયાત્રા, શ્રીમદ્દ રાજચંદ્રજીના ચિત્રપ્રટની હર્ષોલ્લાસસભર પ્રતિષ્ઠા, સ્પિરીચ્યુઅલ સેન્ટરનું ઉદ્દઘાટન જેવા ભકિતપૂર્ણ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

સેન્ટરમાં ગુરૂ મંદિર, જ્ઞાનમંદિર, પુસ્તકાલય, ધ્યાન ખંડ વગેરે આત્મહિતૈષી અંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાયરલેસ હેડફોન્સ દ્વારા વ્યકિતગ રીતે પૂજય ગુરુદેવના પ્રવચનોની વિડીયો નિહાળવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

જે અંતર્ગત તા. 11મીને શનિવારે સવારે 9 વાગ્યે શેઠજીના દેરાસર, ચાંદી બજારથી ભવ્ય શોભાયાત્રા નીકળશે.