• Gujarati News
  • નગર પ્રાથમિકના સ્ટાફના પગારમાં વિલંબ

નગર પ્રાથમિકના સ્ટાફના પગારમાં વિલંબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર હસ્તકના કર્મચારીઓના દર માસે મોડા થતા માસિક પગારની સમયસર ચુકવણી કરાવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરાવવા સરકારમાં રજૂઆત થઇ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગરમાં આશરે કુલ 700 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે છેલ્લા ઘણાં સમયથી તમામ કર્મચારીઓના માસિક પગાર ખૂબ મોડા થઇ રહ્યા છે જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર હસ્તકના તમામ કર્મચારીઓના માસિક પગારની સમયસર ચૂકવણી થાય અને મોડા પગારને લીધે તેઓને હાલાકીઓ વેઠવી પડે તે માટે કાયમી ધોરણની યોગ્ય વ્યવસ્થા કરાવવા પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ ચીફ સેક્રેટરીને રજુઆત કરી છે.