• Gujarati News
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. જામનગર

અખિલભારતીય વિદ્યાર્થી પરિષદનું 60મું અધિવેશન અમૃતસરમાં કેન્દ્રીય મંત્રી અને બ્રીગેડીયરની ઉપસ્થિતિમાં યોજાયુ હતું. જેમાં હોદેદારોની વરણી પણ થઇ હતી. જેમાં અિતથી િવશેષ પદે કેન્દ્રીય મંત્રી સ્મૃિત ઇરાની રહ્યા હતા.

એબીવીપીનું 60મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેમાંથી દેશના તમામ રાજયોમાંથી 3500 છાત્ર શકિતઓ પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતાં. જેમાં ગુજરાતમાંથી 102 પ્રતિનિધિઓ ભાગ લેવા ગયા હતા. જામનગરના સંગઠન મંત્રી પંકજ ચોટાઇ, જિલ્લા સંયોજક સચીન દોરીયા, નગરમંત્રી ધ્રુવીલ પટેલ, નગર સહમંત્રી-ભાવીન જાની અને બીંદીયા ચીખલીયા તેમજ પ્રાંત કારોબારી સદસ્યો કલ્પનાબેન પરમાર તેમજ ટીનાબેન રાજપરા અપેક્ષીત હોવાથી જામનગરનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતાં. તકે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નાગેશની ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રીહરી બોરીકરની નીમણુંક કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી તરીકે દર્શનભાઇ ગુંજાલ તથા સહસંગઠન મંત્રી તરીકે ભીમજીભાઇ અણધણની તેમજ પ્રાંત અધ્યક્ષ તરીકે ડો છગનભાઇ પટેલ તથા પ્રાંત મંત્રી તરીકે પીંકલભાઇ ભાટીયા સહીતની જુદા-જુદા હોદેદારોની વરણી થઇ છે.

િવદ્યાર્થી પરિષદના અધિવેશનમાં રાજ્યના 102 સભ્યોની હાજરી