• Gujarati News
  • ગામ તળ િવસ્તારના રોડ બનશે

ગામ તળ િવસ્તારના રોડ બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ગ્રામ્ય ધારાસભ્યે ગ્રાંટ ફાળવી

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરતાલુકાના ગામોમાં ગામતળ વિસ્તારમાંથી પસાર થતાં ડામરના રસ્તાઓ પર ચોમાસા દરમ્યાન અને તે સિવાય પણ પાણી ભરાઇ રહેતું હોવાથી રસ્તાઓમાં વારંવાર ગાબડા પડી ગયા છે અને રસ્તાઓ તદ્દન ધોવાઇ જાય છે. જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો વગેરેને ખૂબ મુશ્કેલીઓ પડે છે અને ખાડામાં પાણી ભરાઇ રહેવાને કારણે ગંદકી પણ થાય છે. અંગે જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની વારંવાર રજૂઆતના અંતે સમસ્યાનું નિરાકરણ કરવા માર્ગ અને મકાન વિભાગ તરફથી ગામતળના વિસ્તારમાંથી પસાર થતાં પંચાયતના રસ્તાઓને સીમેન્ટ-ક્રોંક્રીટના બનાવવા જેમાં જામનગર તાલુકાના દોઢીયા, જીવાપર, આમરા, વસઇ રોડ રૂ.25 લાખ તેમજ મોપડપર, મતાવ, હડમતીયા, ફાચરીયા પાટીયા રોડ રૂ.40 લાખ, અલીયા, મોડા, ગંગાજળા, બેરાજા રોડ રૂ.80 લાખ તેમજ મુંગણી, ગાગવા રોડ રૂ.25 લાખના ખર્ચના કામો મંજૂર કરાવ્યા છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય માર્ગો મંજૂર કરવામાં આવ્યા