• Gujarati News
  • બોર્ડ દ્વારા ચિત્રકામ પરી ાા લેવાશે

બોર્ડ દ્વારા ચિત્રકામ પરી ાા લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડ દ્વારા ચિત્રકામ પરી ાા લેવાશે
જામનગર પ્રાથમિક અને માઘ્યમિક ચિત્રકામ પરી ાા-૨૦૧૪ના આવેદનપત્ર ભરવા અંગે રાજય પરી ાા બોર્ડ, ગાંધીનગર દ્વારા બહાર પડેલા જાહેરનામા અનુસાર પ્રાથમિક ચિત્રકામ પરી ાા તા. ૮-૧૦ના બુધવારે તેમજ તા.૧૦ ઓકટો. શુક્રવારના રોજ રાખવામાં આવી છે. પરી ાા આપવા ઇરછતા વિધાર્થીઓના આવેદનપત્ર ભરી તા.૨-૯ સુધીમાં નકકી કરેલા કેન્દ્રો પર આપવાના રહેશે.
બે બાઇક ચાલકો અથડાતા ખેડૂતનું મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડીમાં રહેતા લ મણભાઇ બથવાર નામના ખેડૂત મોટરસાઇકલ ઉપર વાડીએથી પોતાના ઘરે બાઇક ઉપર આવતા હતા ત્યારે બાઇક નં. જીજે-૧૦-બીએચ-૧૧૬૫ અને જીજે-૩-એડી-૨૭૯૮ એમ બે ચાલકોએ તેમની સાથે બાઇક અથડાવ્યા હતા. જેથી આ ખેડૂતને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમનું સારવારમાં મૃત્યુ થતાં બે અજાણ્યા ચાલકો સામે તેના પુત્ર કીરીટએ ગુનો નોંધાવ્યો છે.
પોલીસ ફરિયાદનો ખાર રાખીને ફ્રેકચર કર્યું
જામનગર તાલુકાના જાંબુડામાં રહેતા ઉકાભાઇ ખીમસુર્યાએ જેમના વિરૂઘ્ધ પોલીસમાં અગાઉ ફરિયાદ કરી હતી તેમાં આરોપી મુકેશ છૈયડા તથા તેના સાથીદાર ભરત છૈયડાએ ઉકાભાઇને લાકડાના ધોકાથી હાથમાં મારી ફ્રેકચર કર્યુ હતું. ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શહેરમાંથી બ્લ્યૂ ફિલ્મની કેસેટો ઝડપાઇ
જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપર રહેતા હિતેષ જેઠવાણીની પોલીસે બ્લ્યુ ફિલ્મની ૨૦૫ અને ગોકુલનગરના જયેશ નંદાણીયાની બ્લ્યુ ફિલ્મની ૨૧૫ કેસેટો સાથે પોલીસે ધરપકડ કરીને ગુના નોંધાવ્યા છે.
સિક્કાના રેલવે કર્મીનું દાઝી જતા મૃત્યુ
જામનગર તાલુકાના રેલ્વેમાં નોકરી કરતા રેલ્વે કવાર્ટરમાં રહેતા ધીરૂભા નવુભા જાડેજા પોતાના ઘરે પ્રાયમસ ઉપર ચા બનાવતી વખતે કેરોસીનનો ભડકો થતાં સખત રીતે દાઝયા હતા. જેમને સારવારમાં તો ખસેડાયા હતા. પરંતુ તેઓનું સારવારમાં મૃત્યુ થયુ હતું.
નાલા પાસે જુગાર રમતા છ ઝડપાયા
જામનગર શહેરમાં સાત નાલા પાસે જુગાર રમી રહેલા રાજુ ચમાર, કાનજી જોખીયા, રણજીત મકવાણા, સુરજબા જાડેજા તથા ચંદુબા ઝાલા ઝડપાયા હતા. તથા હેમત કોળી ફરાર થઇ ગયા હતા.
ખીમરાણામાં જુગાર રમનારા પાંચ ફરાર
જામનગર તાલુકાના ખીમરાણામાં પોલીસે જુગાર રમનારા ઉપર રેઇડ પાડી ત્યારે ચંદુ નકુમ, અતુલ ખાખરીયા અને હેતુ પટેલ પકડાયા પરંતુ ભગવાનજી ધારવીયા, પીંટુ બાવાજી, વસંત નકુમ, મુકેશ પટેલ અને અનિરૂઘ્ધ ચોવડીયા નાસ