• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરમાંથીકચરો એકઠો કરતી કંપનીને એક મહિ‌નાનું જીવતદાન મળ્યું છે. કેમ કે,

ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરમાંથીકચરો એકઠો કરતી કંપનીને એક મહિ‌નાનું જીવતદાન મળ્યું છે. કેમ કે, બ્લેક લીસ્ટેડ કરવાની ગતિવિધિ બાદ આખરે કામગીરી સુધરી હોઇ કંપનીના અધિકારીઓની દોડધામ વધી અને...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2011થી શહેરના ર્વોડ નંબર 4,6,7,8,9,12,13 અને 14માં સફાઇ કામગીરી માટે સાત વર્ષનો કોન્ટ્રાકટ જામનગર ર્કોપોરેશને મુંબઇની એન્ટની કંપનીને રૂા.15 કરોડમાં આપ્યો છે. કોન્ટ્રાકટ અપાયો તે વખતે ર્કોપોરેશને પોતે રૂપિયા પાંચ કરોડના ખર્ચે કંપનીને ઉપયોગમાં આવે તે માટે મોટી કચરાપેટીઓ સહિ‌તના સાધનો ખરીદ્યા હતા. તે સાધનો નો પણ ત્રણ વર્ષ દરમિયાન દાટ વળી ગયો છે અને હવે તે સાધનો સડે છે. ઉપરથી આઠેય ર્વોડમાંથી પુરતી સફાઇ નથી થતી તેવી ઢગલાબંધ ફરિયાદો નગરસેવકો, જાગૃત નાગરીકો વગેરે દ્વારા ઉઠતી રહી હતી માટે લાંબા સમયની ફરિયાદોના ધોધ બાદ ર્કોપોરેશનના વહીવટી તંત્રએ કંપનીને અનેક વખત નોટીસો આપી, પેમેન્ટ અટકાવ્યા અને ડીલે પેમેન્ટ કર્યા છતાં કામગીરીમાં સુધારો જણાતા કંપનીને બ્લેક લીસ્ટેડ કરવા માટેની દરખાસ્ત મ્યુનિસીપલ કમિશ્નર સ્ટેન્ડીંગ કમીટીમાં મોકલી દીધી છે. ત્યારે બ્લેક લીસ્ટેડ કરવાની ગતિવિધિની જાણ થતાં કંપનીના અધિકારીઓ દોડતા આવ્યા હતા દરમિયાન વહીવટી તંત્રના તથા સતાધારી તંત્રમાંથી જાણવા મળ્યા મુજબ હાલ તો એન્ટોની કંપનીએ તેની કામગીરી સુધારી દરરોજ ૪૨ ટનના બદલે ૬૮ ટન કચરો ઉપાડવા લાગ્યો છે. માટે એક મહિ‌નો તક આપી છે માટે આગળના પગલા માટે સમીક્ષા કરવામાં આવશે.
નગરમાંથી કચરો એકઠો કરતી કંપનીને એક મહિ‌નાનું જીવતદાન