• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરમાંબે દિવસ પૂર્વે વ્યાજખોરો દ્વારા વૃધ્ધ પર હુમલો કરવામાં આવ્યો હો

ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરમાંબે દિવસ પૂર્વે વ્યાજખોરો દ્વારા વૃધ્ધ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ નોંધાઇ હતી. સીટી સી ડિવીઝન પોલીસે બન્ને વ્યાજખોરોને પકડી ર્કોટ હવાલે કર્યા હતા....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં બે દિવસ પૂર્વે ત્રિકમભાઇ ઠાકરશીભાઇ અજુડીયા પર તેના પુત્રએ લીધેલા વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી માર મારવામાં આવ્યો હતો. તેવી ફરિયાદ બે શખ્સ વિરૂધ્ધ કરવામાં આવી હતી. જેમાં આરોપી દશરથભાઇ મનુભાઇ પ્રજાપતિ અને દેસુરભાઇ આહિ‌ર બન્નેની સીટી સી પોલીસે સોમવારે મોડી રાત્રે તેના ઘરેથી અટકાયત કરી અને ર્કોટ હવાલે કરાયા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહમાં વ્યાજખોરો વિરૂધ્ધ નોંધાવવામાં આવેલી ત્રણ ફરિયાદમાંથી એક ફરિયાદના બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતાં. બન્ને આરોપીઓના કબ્જામાં રહેલી સ્વીફટ કાર કબ્જે કરવામાં આવી છે. તેમજ બેઝબોલનો ધોકો પણ કબ્જે કરાયો છે. સીટી-સી ડીવી. પેાલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વૃધ્ધને જખ્મી કરનાર બે આરોપીઓ ઝડપાઇ ગયા