સમાજ માટે શરમજનક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં બે માસમાં દુષ્કર્મના દસ બનાવ

જામનગરશહેરમાં હળાહળ કળિયુગનો પ્રારંભ થયો હોય તેમ છેલ્લા બે માસમાં સગીરાઓ તથા યુવતીનું અપહરણ કરી િનર્જન સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય, કાં તો લગ્નની લાલચ આપી સગર્ભા કરી છોડી દેવામાં આવી હોય, આવી 10 થી વધુ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ ચુકી છે અને હદ તો ત્યારે થઇ ગઇ કે એક શાળા સંચાલકે તેને ત્યાં ધો. 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીની આબરુ લેવાના બે વખત પ્રયત્ન કરવામાં આવ્યા હતાં પરંતુ બધા કેસમાં પોલીસે આરોપીઓને પકડી જેલહવાલે કર્યા છે. અિવરત બનતા રહેતા આવા બનાવમાં બુધવારે પણ વધુ એક બનાવ નોંધાયો છે.

શહેર તેમજ િજલ્લામાં અપહરણ, દુષ્કર્મ, લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરી તરછોડી દેવી, તેવી ઘટનાઓ છેલ્લા બે માસમાં ખૂબ વધી છે. શહેરમાં સગા પિતાએ તેના 17 વર્ષની પુત્રીને સતત મહિના સુધી પોતાની હવસનો િશકાર બનાવી હતી અને જો કોઇને કહ્યું તો જાનથી મારી નાખીસ તેવી ધમકી પણ આપી હતી. જ્યારે પેાલીસે નરાધમ િપતાની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં સગીર વયના બે મિત્રોએ પવનચક્કી નજીકથી નારણપુરની સગીરાનું અપહરણ કરી નજીકમાં તેના મામાની વાડીએ લઇ જઇ દુષ્કર્મ આચરી હોસ્પિટલ નજીક છોડી દીધી હતી. પોલીસે બન્ને શખ્સોને પકડી લઇ જેલહવાલે કર્યા હતા. આમ, શહેરમાં કાયદો વ્યવસ્થા જાણે છે નહીં તેમ આવા આવારા તત્ત્વો દ્વારા સગીરા તેમજ યુવતીને પોતાનો િશકાર બનાવાય છે. પરંતુ જામનગરની પોલીસે પણ આમાના એક પણ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પરંતુ, આવા વધતા જતા બનાવોથી સામાન્ય લોકોમાં ભયની લાગણી પ્રસરી છે અને મોડી રાત્રે મહિલાઓ સાથે બહાર નીકળવામાં પણ ડરે છે. પોલીસ તંત્ર દ્વારા મહિલાઓને સુરક્ષા આપતા અનેક કાયદાઓ અમલમાં છે પરંતુ, કેટલાક િકસ્સાઓમાં સમાજના ડરથી ફરિયાદ નોંધાવાતી નથી.

િશક્ષકે બાળકી સાથે અડપલાં કર્યા

જામનગરજિલ્લાનાલાલપુર તાલુકાના નવાગામ પ્રાથમિક સરકારી શાળામાં િશક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ રાકેશભાઇ આર. શાળાની િવદ્યાર્થિની બહેનોને શારીરિક અડપલાં કરતા હોવાની ચોંકાવનારી ગંભીર ફરિયાદો ઉપરથી લાલપુર પ્રા. િશ. અધિકારી એન. ડી. જાડેજાએ તેમની તપાસણી ટીમ મોકલીને જાતે તપાસ કરાવતા તથ્ય જણાતા તેમણે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. રૂબરૂ મુલાકાતમાં ગામના સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય તથા પૂરા સ્ટાફની રૂબરૂમાં જેમની સાથે મજકુર િશક્ષકે અડપલાં કર્