• Gujarati News
  • ફોનમાં મશગૂલ યુવાન પટકાતાં યમનું તેડું

ફોનમાં મશગૂલ યુવાન પટકાતાં યમનું તેડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમનજીક સીકકા પાટીયા પાસે અગાશી પર ફોનમાં વાત કરતો યુવાન અકસ્માતે અચાનક નીચે પડી ગયો હતો. આથી તેને બેભાન હાલતમાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં યુવાનનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. શહેર નજીકના સીકકા ગામના પાટીયે શીતલભાઇની ઓરડી તરીકે ઓળખાતી બીલ્ડીંગમાં રહેતા મુળ ઉતરપ્રદેશના બસીર ગામનો યુવાન સુરેશકુમાર બ્રીજલાલબીનદરા પોતાના મોબાઇલ ફોનમાં મંગળવારે રાતે વાત કરી રહયો હતો તે દરમ્યાન અચાનક નીચે ખાબકતા તો બેભાન થઇ ગયો હતો અને તેને તુરંત બેભાન અવસ્થામાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.