શાળા આરોગ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ પંથકમાં શાળા આરોગ્ય ચકાસણી

{ વૃક્ષારોપણ, શાળા, સફાઇ સહીતના કાર્યક્રમો પણ થયા

ભાસ્કરન્યૂઝ. ધ્રોલ

પ્રાથમીકઆરોગ્ય કેન્દ્ર લતીપુર દ્વારા ધ્રોલ અને લતીપુરમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ-2014-15ની તપાસણી કાર્યક્રમના ઉદ્દઘાટન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

અંતર્ગત હાઇસ્કુલો, પ્રાથમીક શાળા અને આંગણવાડી કેન્દ્રો મળી ધ્રોલનાં અગીયાર હજાર એકસો પચ્યાસી અને લતીપુરના સાત હજાર નેવું બાળકોને કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ચકાસણી કરી તેને જરૂરી સારવાર અપાશે.

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2014-15ની તપાસણી કાર્યક્રમનું ધ્રોલ નગરપાલીકાનાં પ્રમુખ વીરમભાઇ વરૂનાં હસ્તે ધ્રોલની ચામુંડા પ્લોટ પ્રાથમીક શાળા ખાતે નગર પાલીકાનાં સદસ્ય વસંતભાઇ વાઘેલા તથા અગ્રણી રજનીભાઇ ટંકારીયા તેમજ આર.બી.એસ.કે.નાં મેડીકલ ઓફીસર ડો. િકજલ રોલા, તાલુકા હેલ્થ ઓફીસ ધ્રોલનાં એચ.વી.ડો. પી.બી. અગ્રાવત, પ્રા. આરોગ્ય કેન્દ્ર લતીપુરનો સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટર ધ્રોલનો સ્ટાફ તેમજ ચામુંડા પ્લોટ પ્રા.શાળાના સ્ટાફની ઉપસ્થીતીમાં ઉદ્દઘાટન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રથમ િદવસ અંતર્ગત શાળા સફાઇ, પાણીનાં સોર્સની સફાઇ કરવામાં આવી હતી.

તા. 13-11-14 થી 11-1-15 સુધી ચાલનારા કાર્યક્રમમાં ધ્રોલ શહેરની 29 પ્રાથમીક શાળા, 13 હાઇસ્કુલ અને 23 આંગણવાડી કેન્દ્રમાં 0 થી 18 વર્ષનાં શાળાએ જતાં બાળકો મળીને કુલ અગીયાર હજાર એક સો પચ્યાસી બાળકોની આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવશે.

લતીપુર કન્યા શાળા ખાતે લતીપુરનાં સરપંચ જયંતીભાઇ રામાણીનાં હસ્તે તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઇ ચભાડીયા, પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. પંકજ ગોસરા અને સ્ટાફની ઉપસ્થીતીમાં ઉદધાટન કરાયું હતું અને દરેક જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ અને સ્વચ્છતા અિભયાન થયા

કાર્યક્રમમાંવૃક્ષારોપણ, શાળા સફાઇ િવગેરે કરાઇ હતી. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લતીપુર દ્વારા 27 પ્રાથમીક શાળા, પાંચ હાઇસ્કુલ અને 29 આંગણવાડી કેન્દ્રોનાં 0 થી 18 વર્ષની વયના સાત હજાર નેવું બાળકોની આરોગ્ય તપાસ તેમજ જરૂરી સારવાર કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન બાળક શાળામાં હાજર રહે તેવી શાળાનાં સંચાલકો તેમજ વાલીઓને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્રારા અપીલ કરવામાં આવી છે.