બીજાના ખભા ઉપર બંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરનાપીજીવીસીએલ સર્કલમાં સહાયક સચિવ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ભ્રષ્ટાચાર અંગે સોંપવામાં આવેલી તપાસનો સ્ફોટક રીપોર્ટ કોર્પોરેટ કચેરીમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને ગંભીરતાથી લેવાય તો સસ્પેન્શન અને તેનાથી આગળના શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. લાંબા સમયથી કર્મચારી સામે આક્ષેપ થતાં હતા તેવા ભ્રષ્ટાચાર, નાણાંનો દુરઉપયોગ અને કર્મચારીઓમાં શોષણના પુરાવા મળ્યા હતાં.


બીજાના ખભા ઉપર બંદૂક રાખી ભ્રષ્ટાચાર આચરતા જામનગર પીજીવીસીએલના સહાયક સચિવ, જામનગરની ટેકનીકલ કારણો ઉભા કરી હવે શિક્ષાત્મક પગલાંથી ભાગવાની દોડધામ હવે શરૂ થઇ ગઇ છે. કેમ કે, તેમની સામેની ખાતાકીય તપાસ બાદ તેમના વિરૂધ્ધના દસ્તાવેજી પુરાવા સાંપડતા હાંફળા-ફાફળા અધિકારી અચાનક નવેમ્બરની શરૂઆતમાં રજા ઉપર રી કોર્પોરેટના એચ.આર. મેનેજરની દોસ્તીનો સરેઆમ દુરૂપયોગ કરતા તેનો પર્દાફાશ થઇ રહયો છે. વધુમાં સહાયક સચિવના ભ્રષ્ટાચારને પર્દાફાશ કરનાર તપાસનીશ અધિકારી તથા જિલ્લાના સર્વોચ્ચ અધિકારીએ પ્રાથમિક અહેવાલ બાદ તેમનો વિસ્તૃત અહેવાલ પુરાવા સાથે મોકલી દેવાયો છે. સહાયક સચિવ વિરૂધ્ધ અગાઉના પ્રમાણિક અને સંનિષ્ઠ એવા અધિકારી જામનગરના અધિક્ષક ઇજનેર તન્ના રાણાએ લાલ આંખ કરી, વીજ બોર્ડના સહાયક સચિવે પેનાસોનિક કંપનીનું ત્રણ વર્ષથી પોતાનું પ્રાઇવેટ એરકંડીશનર કંપનીની કચેરીમાં અનઅધિકૃત લગાડી અને ક઼પનીના મીટરમાં છેડા દેતા નાણાંનો ગંભીર દુરઉપયોગ સાબીત થતાં આશરે 1 લાખ રૂપિયાના ગેરરીતિના બીલની ગણતરી કરી, રાજકોટ કોર્પોરેટમાં અહેવાલ મોકલી, ગંભીર પગલાં લેવા ભલામણ કરી છે. આવા કેસમાં સસ્પેન્સનની જોગવાઇ છે. ઉપરાંત અધિકારી સહાયક સચિવની રાજકોટથી જામનગર બદલી કરાઇ ત્યારે રાજકોટમાં મહિલાઓને તથા નાના કર્મચારીઓને પોતાની સતાની રૂએ દબાણમાં રાખી અને સાધારણ બહાનાઓ હેઠળ માનસિક ત્રાસ આપવામાં આવતા તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાયેલા તેવો ઇતિહાસ પણ છે. ઉપરથી તેણે એક કલાર્ક કક્ષાના કર્મચારીની તપાસ હાથમાં લઇ તેનો પાસેથી અયોગ્ય માંગણી કર્યાનું પણ ખુલ્યુ છે.

વર્ક ટુ રૂલ

પીજીવીસીએલનાભ્રષ્ટઅધિકારીએ શોષણનો ભોગ બનેલા કર્મચારીને વહારે સમગ્ર અખિલ ગુજરાત વીજ કર્મચારી સંઘ મદદે આવતા અને તા.20-11-14થી વર્ક ટુ રૂલ તથા ત્યાંથી આગળના આક્રમક કાર્યક્રમોના મંડાણ થઇ ચૂકેલા છે. ત્યારે પીજીવીસીએલના અધ્યક્ષ બાબતે દરમ્યાનગીરી કરે અને ગુન્હાહીત તરકીબો આચરતા સહાયક સચિવને પાઠ ભણાવે અને ઔધોગિક શાંતિ જળવાય તેવા જલદ અને ત્વરીત સમયસર પગલાં લે તેવી જાહેર લાગણી જોવા મળે છે.

ચીભડાના ચોરને ફાંસી

સહાયકસચિવેએક કર્મચારીનું ફરીથી બીજી વખત કર્મચારીનું શોષણ કરવા કારસો તો રચી લીધો પણ વખતે કર્મચારી આર્થિક પાયમાલ હોય, નાણાંની વ્યવસ્થા નહીં કરી શકતા તેના એકી સાથે 10 વાર્ષિક ઇજાફા કાયમી ધોરણે બંધ કરી દેવાયા હતાં. આમ, ચીભડાની પણ ચોરી નહીં કરનારને ફાંસીની સજા અપા