• Gujarati News
  • પ્રેમલગ્ન ભારે પડયા : સૂરજકરાડીના યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

પ્રેમલગ્ન ભારે પડયા : સૂરજકરાડીના યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ અંગેની વિગત મુજબ ઓખામંડળના સુરજકરાડી ગામે રહેતા જયેશભાઇ સાગરભાઇ પંડયા નામના ૨૫ વર્ષના બ્રાહ્મણ યુવાને થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં રહેતી મુમતાઝ નામની યુવતિ સાથે લગ# કર્યા હતાં.
આ પ્રેમલગ્નથી નારાજ યુવતિના ફૈઇના દિકરાઓ રજાક ઉમર ઉઠાં, ઇફરાન ઉમર ઉઠા, સબીર ઉમર ઉઠાં, મજીદ ઉમર ઉઠાં નામના ચાર ભાઇઓએ મનદુ:ખ રાખી, જયેશભાઇને લોખંડની ટોમી જેવા હથિયારો વડે હુમલો કરી, માથાના ભાગે તેમજ હાથ-પગના ભાગે બેફામ માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડતાં ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઇ પંડયાને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ-૩૨૩,૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.