ન્યૂઝ ઇન બોકસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી કેમેરા નહીં લગાવનારા સામે ફરિયાદ
જામનગર ખંભાળિયા હાઇ વે પર શાપર પાટીયા પાસે ગીરનાર હોટલમાં સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું પોલીસના ઘ્યાનમાં આવતા એસઓજીના હેડ કોન્સ. બી. બી. જાડેજાએ હોટલના સંચાલક ભરતભાઇ સુકાભાઇ કારાવદરા સામે જાહેરનામા ભંગ સબબ ફરીયાદ નોંધાવી છે.જયારે સિકકામાં પંચવટી મેઇન રોડ પર વરછરાજ હોટલમાં પણ સીસી ટીવી કેમેરા લગાવેલા ન હોવાથી એસઓજીના અશોકભાઇ કલ્યાણીએ સંચાલક રાજુભાઇ અરજણભાઇ ખુંટી સામે ફરીયાદ નોંધાવી છે.
દશા શ્રીમાળીમાં જ્ઞાતિ પ્રીતિભોજન
જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા, રાજગોર ફળીની યાદી જણાવે છે કે તા. ૧-૬ને રવિવારના સ્વ. કાંતાબેન દુર્લભજી શેઠની ૯૮મી જન્મજયંતિ નિમિતે જ્ઞાતિ પરિવારનું પ્રિતિભોજનનું આયોજન કરવામાં આવેલ છે. જે ભોજન કિશોરભાઇ ડી. શેઠ તથા ભાનુબેન કિશોરભાઇ શેઠ તરફથી કરવામાં આવેલ છે. તો જ્ઞાતિ પરિવારે કામદાર વાડી, અંબર ટોકીઝ પાસે સવારે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન રાખેલ છે. તેમજ તા. ૪-૬ને બુધવારે સ્વ. વાડીલાલ ભગવાનજી કોઠારી, સ્વ. તારાબેન વાડીલાલ કોઠારી, ડો. હંસાબેન વાડીલાલ કોઠારીના પૂણ્ય સ્મરણાર્થે તેમના પુત્રો નરેશભાઇ વાડીલાલ કોઠારી તથા કિશોરભાઇ વાડીલાલ કોઠારી તરફથી સિઘ્ધચક્ર મહાપૂજન નિમિતે સંઘ જમણવાર રાખવામાં આવેલ છે.
વિનામૂલ્યે સવિશેષ કમ્પ્યુટર તાલીમ
જામનગર શહેરના ગંગામાતા ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિનામુલ્યે ચાલતા વિવિધ તાલીમ વર્ગોમાં એક ખાસ વેકેશન બેચનો સવિશેષ વિષયોને આવરી લેતો કોમ્પ્યુટર કોર્સ તદન વિનામુલ્યે તા.૧-૬થી શરૂ કરવામાં આવનાર છે. તો રસ ધરાવતા વિધાર્થીઓએ સંસ્થાની શિ ાણ શાખા ત્રણબતી, ડીએસપી બંગલા સામેનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. વહેલા તે પહેલાના ધોરણે એડમીશન અપાશે. આ કોર્સમાં નિયમો-વિષયો આવરી લેવામાં આવેલ છે. બેઝીક કોર્સ, કોમ્પ્યુટર ઓપરેટીંગ, ઓફીસ-૨૦૦૭, જનરલ સોફટવેર, એડવાન્સ કોમ્પ્યુટર્સ, કોર જાવા, પીએચપી, એડવાન્સ કોર્સ બીસીએ, એમસીએ, આઇટીડીપ્લોમા મળીને આમ આશરે ૧૦થી વધુ વિષયોને આ તાલીમમાં આવરી લેવામાં આવશે.
મુસ્લિમ અગ્રીણઓ દ્વારા શૈ ાણિક માર્ગદર્શન
જામનગર મુસ્લિમ સમાજના ધો.૧૦ થી ગ્રેજયુએશન સુધીના વિધાર્થીઓ તેમજ વિધાર્થિનીઓ માટે સરકારી નોકરીઓ મેળવવા અને આગળ અભ્યાસ માટે માર્ગદર્શન સેમીનાર મુસ્લિમ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન યાસીનભાઇ બી. ગજજનના અઘ્ય ાસ્થાને યોજાયો