તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જૂથ અથડામણમાં 19ની ધરપકડ

જૂથ અથડામણમાં 19ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોર ચરાવવા બાબતે થયેલી માથાકુટે ઉગ્ર સ્વરૂપ લીધું હતું

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરનજીક આવેલા મોટીબાણુંગર ગામે રવિવારે પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી અને તેમાં પટેલ સરપંચની ફરિયાદ પરથી 1 મહિલા સહિત 19 વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

શહેર નજીક આવેલા મોટી બાણુંગર ગામે રવિવારે પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે ગાયો ચરાવવા બાબતે થયેલી માથાકૂટએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે જામનગર પોલીસ કાફલો મોટીબાણુંગરમાં ઠલવાયો હતો વહેલી સવારથી ચાલુ થયેલી જુથ અથડામણમાં બપોર બાદ પોલીસે કાબુ મેળવ્યો હતો.

જયારે જુથ અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ જયંતિલાલ આંબાલાલ ભેસદડીયાએ તેમના તથા અન્ય 12 વ્યકિત પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવા બદલ 12 વ્યકિતઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોધાવી હતી. જેમાં સીપીઆઇ કે.જી. ઝાલા અને પીએસઆઇ ચાવડાએ તપાસ ચલાવી જાધવજી પાંચાભાઇ, કમા મેરૂ, નાથા બુધાભાઇ, ડાયા તેજાભાઇ, બીજલ અરજણ, કમા બુધાભાઇ, અનાભાઇ બાંભવા, છગનભાઇ ભુરાભાઇ, નાગજીભાઇ વેજાભાઇ, કેશુભાઇ ગોવિંદભાઇ, ધોભાભાઇ માંઢાભાઇ, વિરમભાઇ માંઢાભાઇ, હરીશભાઇ સેજાભાઇ, પ્રવિણભાઇ મંગાભાઇ, લક્ષ્મણ મોતીભાઇ, ડાયાભાઇ હરીભાઇ અને ઉજીબેન જાદવજીની ધરપડક કરી હતી. 18 આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આકરી પુછપરછ કરાશે.

કલેકટરને આવેદનપત્ર

મોટીબાણુંગરનાપટેલસમાજ દ્વારા રવિવારના ભરવાડ સમાજના ત્રાસથી સોમવારે સવારે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. અવાર-નવાર નાની મોટી બાબતોમાં થતી માથાકુટ ઉગ્ર સ્વપરૂપ ધારણ કરે તે માટે પુરતો બંદોબસ્ત આપવા રજૂઆત કરી હતી.

મોટીબાણુગર ગામેરવિવારે થયેલી જુથ અથડામણની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે જિલ્લા પેાલીસ વડાની સુચનાથી 18 પોલીસવેનમાં 130 પોલીસકર્મીઓ ત્યાં બંદોબસ્તમાં પહોચ્યા હતાં.

18 પોલીસવેન, 130 પોલીસકર્મી

જૂથ અથડામણના આરોપીઓ પોલીસ પાંજરે પુરાયા./હીરેન હીરપરા

પોલીસ પાંજરે| સરપંચ સહિત 12 વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાયો હતો