તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ

પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલાશે

ભાસ્કરન્યૂઝ. જામનગર

રાજયનાસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ દ્વારા નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનેા પ્રારંભ કરાવ્યો હતો.

પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વ-સ્વાતંત્રય પર્વ જેવા રાષ્ટ્રીય પર્વોની રાજયકક્ષાની ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં કરીને સરકારે પર્વોની સાથે વિકાસને જોડીને ગજરાતને સર્વાગી વિકાસની દિશામાં અગ્રેસર બનાવવાનું કાર્ય કર્યુ છે, સરકારના અભિનવ અભિગમના ભાગરૂપે દેવભૂમિ ખાતે ઉજવાઇ રહેલા રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વાગી વિકાસ માટે નવા દ્વાર ખોલશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાસતાક પર્વની ઉજવણી અન્વયે દ્વારકા જિલ્લામાં અંદાજીત રૂપિયા 289 કરોડના ખર્ચે 400 કરતા પણ વધુ વિકાસના કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ થનાર છે વિકાસના કામો થકી દેવભૂમિનું પ્રત્યે ગામ વિકાસથી ધબકશે. જયારે દ્વારકા જિલ્લામાં ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયામાં જુદા-જુદા કામોના લોકાર્પણથી પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જયારે અનેક કામોના ખાતમુહુર્તની વિધી પણ પૂરી કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હજુ પણ વિકાસ કાર્યનું લોકાર્પણ થશે.

બેટી બચાવો-બેટીવધાવો, મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી વાત્સલ્ય યેાજના, કનયા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનો સહિતની લોક કલ્યાણકારી યેાજનાઓ, અભિયાનોનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ હતું કે, રાજય સરકારે ગુજરાતના પ્રત્યેક માતા અને બાળકના આરોગ્યની સાથે રાજયમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટેનું કાર્ય સંનિષ્ઠતાથી કર્યુ છે જેના પરીણામે આજે ગુજરાતમાં માતા-બાળ મૃત્યુદરની સાથે સ્ત્રી ભૃણ હત્યામાં નોધપાત્ર ઘટાડો થયો છે સાથો સાથ શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે આજે ગુજરાતની શાળાઓ ગુણવતાયુકત શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓથી સભર બની છે.

માતૃ, બાળ મૃત્યુદર અને સ્ત્રીભ્રૂણ હત્યા ઘટી

શરૂઆત