જામનગરની ભાગોળે આવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્રેની કારીયા. જામનગર

જામનગરનાગુલાબનગર વિસ્તારમાં આવેલા વછરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 3 હજારથી વધુ ગાયોને સારવાર આપવામાં આવી છે. જેમાં ગાયોને થતી કેન્સર, પેટની તકલીફ, એસિડેટેડ જેવી બીમારીઓનો ઇલાજ કરવામાં આવ્યો છે. હાલ પણ અવિરત સેવા ચાલુ રાખવામાં આવી છે અને ગૌશાળામાં 56થી વધુ ગાયો સારવાર લઇ રહી છે. માનવતાની સેવાને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.


જામનગરની ભાગોળે આવેલા ગુલાબનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ઇજાગ્રસ્ત ગાયો માટે સતત કાર્યરત એવા વછરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાની બીમાર ગાયોની સારવાર કરવાનું કાર્ય કરવામાં આવે છે.

કાર્યમાં નાના વાછરડાઓથી માંડી વૃધ્ધ ગાયોને પણ સારવાર આપવામાં આવે છે. પાંચ વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલા ટ્રસ્ટ દ્વારા આજ દિન સુધી 3 હજારથી વધુ બીમાર ગાયોને સારવાર આપી તંદુરસ્ત કરવામાં આવી છે. અને સારવાર કુશળ તબીબો દ્વારા આપવામાં આવે છે તેવું ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને જો કોઇ ગાયની બીમારી જામનગરના તબીબ દ્વારા દૂર કરી શકાય તો તેને મોરબી અભિનંદન ગૌશાળા ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવે છે.

વછરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટમાં રહેલી ગાયો./હીરેન હીરપરા

ગાયના પેટમાંથી 46 કિલો પ્લાસ્ટિક કઢાયું

જામનગરનાહાપાવિસ્તારમાંથી આવેલી એક બીમારગાયના પેટમાંથી ડોકટર દ્વારા 46 કિલો પ્લાસ્ટિક કાઢી તેનું ફરી તંદુરસ્ત કરવામાં આવી હતી.

કેન્સર, પેટની તકલીફ જેવી બીમારીઓ દૂર કરવા અનેક ઓપરેશન થયા

5 વર્ષમાં 3 હજાર ગાયોની સારવાર