• Gujarati News
  • નેવી દ્વારા બેન્ડ વાદન...

નેવી દ્વારા બેન્ડ વાદન...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં થઇ રહેલી નેવી સપ્તાહની ઉજવણી દરમિયાન શુક્રવારે સાંજે બેન્ડ વાદનનું આયોજન ધન્વંતરી ખાતે કરવામાં આવ્યું હતું. જયાં નેવીના અધિકારીઓએ દેશભકિતના ગીતો, જૂના ગીતો ગાઇ જામનગરની સંગીતપ્રિય પ્રજાને આનંદિત કરી દીધી હતી. શિયાળાની સાંજે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખુલ્લા મેદાનમાં કાર્યક્રમની મોજ માણી હતી. જ્યારે કાર્યક્રમમાં નેવીના અધિકારીઓ સહિત જામનગર જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર, સિટી ડીવાયએસપી એન્ડ્રુઝ મેકવાન પણ ઉપસ્થિત રહ્યા હતાં. નેવી સપ્તાહ દરમિયાન યોજાયેલા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન તથા વ્યવસ્થા નેવીના અિધકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. ખૂબ સારી રીતે થયેલા આયોજનમાં શહેરની પ્રજાજનોએ કાર્યક્રમનો લાભ લઇ મનને તરબોર કર્યા હતાં. નેવીના અનોખા આયાેજનથી જામનગરના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવું આયોજન ભવીષ્યમાં પણ થાય તેવી અપેક્ષા સેવી હતી./હીરેન હીરપરા