નવનિયુકત કમીશનર હર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરમ્યુનિસિપલ કમીશનરની વેરા વસુલાત ઝુંબેશ અંગે ગત તા.9 સપ્ટે.ના હુકમ બાદ એક મહીનો પુરો થવા આવ્યો છે. ત્યાં સુરસુરિયુ થઇ ગયું છે. કેમ કે, રૂ.76 કરોડની વસુલાત બાકી છે તેની સામે સપ્ટેમ્બર માસના અંત સુધી માત્ર રૂ.5.6 કરોડની આવક પણ થઇ છે.


નવનિયુકત કમીશનર હર્ષદ પટેલે મીલકતવેરા, પાણી ચાર્જ, વ્યવસાય વેરાની મળીને રૂ.140 કરોડની વસુલાત માટે નવ ટીમ બનાવી હતી અને વિધિવત હુકમ કર્યા અને સમગ્ર તંત્ર વસુલાત માટે જોડી દીધુ હતું. પરંતુ હુકમને મહીનો પુરો થવા આવ્યો હોવા છતાં માત્ર રૂ.5.6 કરોડની વસુલાત થઇ છે. ઉપરથી દરરોજ કલાકો સુધી મીટીંગમાં અધિકારીઓને દરરોજ કલાકો સુધી મીટીંગમાં અધિકારીઓને ગોંધી રખાય છે તેની સામે કોઇ સેવા તો સુધરતી નથી. ઉલટુ માનવ કલાકો બગડી છે. શહેરમાં ગંદકી, કચરા, ઢોર, ખાડા પડવા, પાણીની લાઇન લીકેજ, સ્ટ્રીટલાઇટો બંધ સહીત અનેક ફરિયાદો યથાવત છે.

....છતાં સારી કામગીરીનો દાવો

મીલકતવેરા વિભાગનાકંટ્રોલીંગ ચીફ એકાઉન્ટન્ટ નિર્મલએ જણાવ્યું હતું કે રજાઓ આવી ગઇ નહીંતર રોજ 16 કે 17 લાખની આવક થાય છે. જો કે, તેમણે સંતોષ વ્યકત કર્યો હતો કે, એપ્રિલથી સમ્પ્ટેમ્બર સુધીની કોર્પોરેશનની તમામ પ્રકારના વેરાની આવક રૂ.18 કરોડ થઇ છે. તેમાંથી માત્ર સપ્ટેમ્બર માસમાં જોઇએ તો રૂ.5.6 કરોડની આવક થઇ હોવાથી સંતોષજનક કામગીરીનો તેમણે દાવો કર્યો છે.

રૂપિયા 76 કરોડની સામે એક મહિનામાં માત્ર 5.6 કરોડની વસૂલાત

િમલકત વેરા વસૂલાતની કમિશનરની ઝુંબેશનું સુરસુરિયું, નબળી આવક

કોર્પોરેશનની તિજોરીમાં આવક થઇ નહી, માનવ કલાકો બગડી