• Gujarati News
  • િરલાયન્સ ઇન્ડ. લિ. દ્વારા ડોનેશન

િરલાયન્સ ઇન્ડ. લિ. દ્વારા ડોનેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ એસપીને ચાવી સોંપવામાં આવી

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરમાંટ્રાફીક ટ્રસ્ટની એક મીટીંગ પોલીસ ભવન ખાતે યોજાઇ હતી. મીટીંગ બાદ રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ લી.ના ધનરાજભાઇ નથવાણી દ્વારા ટ્રાફીક ટ્રસ્ટને આપવામાં આવેલા ટ્રેકટરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને તેની ચાવી જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવી હતી.

જામનગર જિલ્લા ટ્રાફીક ટ્રસ્ટીની એક મીટીંગ પોલીસ ભવન ખાતે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં મળી હતી. ટ્રાફીક ટ્રસ્ટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ટ્રેકટર દાનમાં આપવામાં આવ્યુ હતું. તેની અર્પણવિધિ કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ધનરાજભાઇ નથવાણીએ ટ્રેકટર પોલીસ અધિક્ષકને સોંપ્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફીક ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યારબાદ ટ્રસ્ટની મીટીંગમાં જામનગર શહેરની ટ્રાફીકની સમસ્યાઓ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર શહેરમાં જનજાગૃતિ લાવવા અને સ્કૂલ કોલેજમાં સેમીનાર યોજવા અને લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરે તેમ કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં ડો. મેહુલ ખાખરીયા વગેરે ઉપસ્થીત રહ્યા હતાં.

ટ્રાફિક ટ્રસ્ટને ટ્રેક્ટર અર્પણ