• Gujarati News
  • જામ દિગ્િવજયસિંહની પ્રતિમા તળાવની પાળે એન્ટિક થિયેટરમાં શિફટ કરાશે

જામ દિગ્િવજયસિંહની પ્રતિમા તળાવની પાળે એન્ટિક થિયેટરમાં શિફટ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલના પૂર્વ રાજવી જામશત્રુશલ્યસિંહજીએ જામનગર મ્યુ કોર્પોરેશનને પત્ર પાઠવ્યો હતો કે તેમના પિતા રાજવી જામ દિગ્વીજયસિંહજીનું સ્ટેરયુ તળાવની પાળે બ્યુટીફીકેશન વર્ક અંતર્ગત બનનાર એન્ટીક થીયેરમાં રાખવામાં આવે તે જરૂરી છે અને યોગ્ય ગણાશે.
આ પત્ર અંગે જામ્યુકોની સંકલન સમિતિમાં અઘ્ય ા હસમુખ હિંડોચા, ધારાસભ્ય અને મંત્રી પ્રો. વસુબેન, મેયર દિનેશભાઇ, સ્ટે. ચેરમેન કમલાસિંહ સહિતની મીટીગમાં આ વિનંતી ઘ્યાને લઇ તે મુજબ કરવા ઠરાવ કરવાનો નિર્ણય લેવાયેા હતો અને સ્ટેન્ડીંગ કમિટીમાં તે ઠરાવ કરાયો છે અને જનરલ બોર્ડની મંજુરી માટે મોકલાયો છે.
સીટી એન્જીનિયર જોશીના જણાવ્યા મુજબ આ અડધી સદી જેટલા પુરાણા સ્ટેરયુને જાળવીને ત્યાંથી લઇ તળાવની પાળે ખડપીઠ મેદાન પહેલા આવતા ત્રીકોણ ભાગ કે જયાં એન્ટીક થિયેટર બનનાર છે ત્યાં મુકાશે તથા તેની ઉપર છત્રી પણ મુકાશે.
ઉપરાંત જામરણજીતસિંહજીનું બાવલું જે તળાવની પાળ ઉપર છે તેને પણ જરૂરી ગોલ્ડ કોટેડ કરી તેની ઉપર છત્રી મુકાશે. એન્ટીક થીયેટરમાં મ્યુઝીકલ ફાઉન્ટન, લેસર શો વગેરે સુવિધાઓ થશે તેમ પણ તેમણે આ તકે ઉમેર્યુ હતું.
આ સ્ટેરયુ સ્થળાંતરીત કરવાનું કારણ એ છે કે જામસાહેબની માંગણી એવી હતી કે તળાવમાં વરચે જામરાવળનું સ્ટેરયુ છે, તળાવની પાળે રણજીતસિંહનું સ્ટેરયુ છે તો સાથે સાથે તળાવની પાળે જ જામ દિગ્વીજયસિંહજીનું સ્ટેરયુ રહે, આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હતી અને જરૂરી નિર્ણય લેવાયો છે.
તસવીર હિરેન હિરપરા
વિલિંગ્ડન ક્રેસન્ટ પાસે રહેલી દિગ્િવજયસિંહજી અને તળાવની પાળ ઉપરની રણજિતસિંહની પ્રતિમાઓ.