• Gujarati News
  • જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ નાણાંકીય વર્ષ

જામનગર સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ નાણાંકીય વર્ષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન અને તે પહેલાના સમયગાળામાં ભારતીય ચલણની રૂા.૫૦ના દરની નંગ-૪, રૂા.૧૦૦ની નંગ ૨૬, રૂા.૫૦૦ના દરની પ તથા ૧૦૦૦ના દરની મળીને રૂા.૩૨૩૦૦ની દરની જાલીનોટ અલગ-અલગ સીરીઝની નોટ એસબીઆઇ જામનગર રણજીતરોડ, ધ્રોલ, જામજોધપુર, ભાણવડ શાખામાં તેમજ એચડીએફસી બેન્ક જામનગર, આઇઓસી બેંક પટેલ કોલોનીના ભરણાઓમાં આવી હતી અને જાલી હોવા છતાં ખરી નોટ તરીકે ઉપયોગ કરી અજાણ્યા શખ્સોએ ગુનો આચર્યોછે.
આ ગુનો નોંધાયો કે તુરંત જ જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરએ ડીવાયએસપી મેકવાન, ગઢવી, તથા પીઆઇ -એ ડિવીઝન બતુલ તેમજ એલસીબી, પીએસઆઇ ઠાકર સાથે તાકીદની મીટીંગ યોજી હતી અને તેમની સુચના મુજબ એલસીબી પીએસઆઇ તથા એલસીબી સ્ટાફના એએસઆઇ ભરત પટેલ, શરદ પરમાર, નાનજીભાઇની તાકીદની કામગીરીમાં પરોવાઇ ગયા છે. આ જાલીનોટ કેવી રીતે આવી તેની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
ઉલ્લેખનિય છે કે, તત્કાલીન જામનગર જિલ્લા પોલીસ વડા હરીકષ્ણ પટેલની આગેવાનીમાં એલસીબી પીઆઇ સરવૈયા તથા સ્ટાફે રૂા.૨૬ લાખની જાલીનોટ જામનગરમાંથી ઝડપી હતી તેની તપાસ દરમિયાન જામનગર, કાલાવડ, દ્વારકા, વાંકાનેર, કરછ, મુંબઇ, બંગાળના માલદાના મળીને ૨૯ આરોપીઓને ઝડપી લેવાયા હતા. ત્યારે તે વખતની એ જાલીનોટ બાંગ્લાદેશથી ભારતમાં ઘુસાડાયાનું જાહેર થતાં આ નેટવર્ક રાજય વ્યાપી કે રાષ્ટ્ર વ્યાપી નહીં આંતરાષ્ટ્રીય બની રહયું હતું. તથા આ ઇકોનોમીક ક્રાઇમનું ફરીથી એ જ પગેરૂ નીકળી રહયું છે.
લોકસભા ચૂંટણી ગાળામાં વધુ ઘૂસાડાયાની આશંકા
ગત લોકસભા ચૂંટણીના ગાળાથી પણ પહેલાથી એટલે કે, જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં પણ સૌરાષ્ટ્રમાં જાલીનોટ ઘુસાડાયાની આશંકા નિવારી શકાતી નથી, આવી આઇ.બી.ની બાતમી પણ હતી, તેમજ એ વખતની ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો બેંકોમાં જમા થઇ ન હોય અને વ્યવહારમાં ઘણી જગ્યાએ સકર્યુલેટ થઇ હોય, ટ્રેસ કરવું અઘરૂ પડે તેવી સ્થિતિ છે, પરંતુ પોલીસની વોચમાં અમુક શખ્સો હોય તથા છેલ્લા પાંચ વર્ષમાં જાલીનોટના ગુના સાથે પ્રત્ય ા કે પરો ા સંડોવાયેલા હોય તેમની તપાસ મહત્વની બની રહે તેમ છે કારણ કે ભારતના અર્થતંત્રને ખોરવાના આ ષડયંત્રમાં અમુક ગુનાહિત તત્વો હોય શકે છે.
જામનગરમાંથી જાલીનોટ છાપવાની મશીનરીઝ પણ મળીતી
જામનગરમાંથી નીલકમલ સોસાયટી વિસ્તારમાંથી છ વર્ષ પહેલા જાલીનોટ છાપવાના બીબા, મશીનરીઝ સહિત બે શખ્સો જે જામનગર