• Gujarati News
  • જામનગરમાં ટ્રેન અડફેટે યુવાનનું મૃત્યુ

જામનગરમાં ટ્રેન અડફેટે યુવાનનું મૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ટ્રેન અડફેટે યુવાનનું મૃત્યુ
જામનગર જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક અંધાશ્રમ રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર શુક્રવારે સાંજના સુમારે એક અજાણ્યા યુવાનનું ટ્રેન હડફેટે આવી જતા કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયાનું જાહેર થયુ છે.આ બનાવને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી હોસ્પીટલ ખસેડીને ભોગ બનનારની ઓળખ મેળવવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ધુતારપુરમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ
જામનગર તાલુકાના ધુતાપરપુરમાં સરસ્વતી વિધા મંદિરમાં તા. ૧ જૂનના સવારે નવ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ વિનામુલ્યે યોજાશે. આ કેમ્પમાં મુખ્યત્વે હૃદયરોગ, સ્ત્રીરોગ, આંખના રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકાના રોગ, દાંતના રોગની તપાસ કરવામાં આવશે. જે માટે જામનગરની જી.જી. હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે. તથા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દરદીઓને દવાઓ પણ પુરી પાડવામાં આવશે. આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો આયોજક લાયન્સ કલબ ઓફ જામનગર રોયલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ન્યૂઝ ઇનબોકસ