• Gujarati News
  • જામનગર જિલ્લામાં ૬ મહિનાથી વીજ ટ્રાન્સફોર્મર્સ આવ્યા નથી..!

જામનગર જિલ્લામાં ૬ મહિનાથી વીજ ટ્રાન્સફોર્મર્સ આવ્યા નથી..!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના અનેક વીજ પ્રશ્નો અંગે ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત રીપેરીંગ કામોની તાતી જરૂર છે, ખેતીવાડી કનેકશન તાત્કાલીક ચાલુ કરવા જોઇએ, વીજપોલની પણ સમસ્યા છે.
આમ, અનેક પ્રશ્રનો વીજ સપ્લાયને લગત હોવાથી ગ્રામ્ય જનતા અને ખેડૂતો બન્ને હેરાન થાય છે. તેમજ ૧૦ કે.વી. અને ૧૬ કે.વી.ના ટ્રાન્સફોર્મરોનો જથ્થો જામનગર વીજ વિભાગ પાસે નથી. આ અંગે જામનગર સર્કલના સુપ્રિ. એન્જી. એ. જી. તન્નારાણાએ જણાવ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં એટલે કે એકંદર પોણા બે મહિનામાં ૮૪૭ વીજ ટ્રાન્સફોર્મરો આવ્યા છે. તે ઉપરાંત પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ છે. જેમાં ટ્રી કટીંગ, વાયર ચેન્જ કરવા, લુઝ છેડાઓ ફીટ કરવા, પોલ સીધા કરવા, લાઇન ચેકીંગ, શોર્ટ-સરકીટ ચેકીંગ સહિત ફીડરના ઓવરઓલ મેન્ટેનન્સ માટે જરૂરી રીપેરીંગ કામ ચાલુ છે. તેમજ તે કામોના વેરીફીકેશન રીપોર્ટ પણ તૈયાર થાય છે. ચોમાસુ નજીક આવ્યું છે ત્યારે વીજ તંત્ર ખેડુતોના પાયાના પ્રશ્નો અને ખેતીવાડી માટે જરૂરી એવી વિજળી પુરી પાડવામાં ઉણુ ઉતરી રાુ છે.અત્યારે આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થાશે તેની ચિંતામાં જગતનો તાત મુકાઇ ગયો છે.
વીજ વિભાગ કહે છે...
-ટ્રાન્સફોર્મર છે
-પ્રી-મોન્સૂન કામગીરી કયારની શરૂ થઇ ગઇ છે
-કનેકશનોની અરજીઓ પેન્ડીંગ નથી રહેતી
-ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલીક નિકાલ થાય છે.
તસવીર હિરેન હિરપરા
જામનગરમાં અનેક સ્થળોએ આવા જોખમી ¼શ્યો જોવા મળે છે, ખાસ કરીને ટ્રાન્સફોર્મરોને લગત વાયિંરગ ખુલ્લા હોય છે.
ધારાસભ્યની રજૂઆત
-ટ્રાન્સફોર્મર નથી
-પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરો
-કનેકશન પ્રોબ્લેમ છે
-ખેડૂતો હેરાન છે, લાઇટીંગ કનેકશન માટે ખૂબ જ સમય જાય છે.