• Gujarati News
  • જૈન સમાજ દ્વારા આયંબિલ ઓળી પારણાં

જૈન સમાજ દ્વારા આયંબિલ ઓળી-પારણાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેક ઉપાશ્રયમાં સંત, સતીજીઓની શુભ નિશ્રામાં તપસ્વીઓના તપ

ભાસ્કરન્યૂઝ. જામનગર

શ્રીસમસ્ત જૈન સમાજ-જામનગરના દરેક ઉપાશ્રયમાં બિરાજતા સંત સતીજીઓની શુભ નિશ્રામાં સંવત 2071ના ચૈત્ર માસની શ્રી સમસ્ત જૈન સમાજની આયંબિલ ઓળીમાં જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઇ શાહ પરિવાર (સંઘ માતા હેમલતાબા શાહ પરિવાર) તથા દમયંતિબેન ચમનલાલ હેમતલાલ મહેતા પરિવાર (સુપુત્ર ગિરીશભાઇના પૂણ્ય સ્મરણાર્થે) તરફથી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડી, પેલેસ દેરાસર આયંબિલ ભુવન, તેજપ્રકાશ ઉપાશ્રય આયંબિલ ભુવન, દેવબાગ આયંબિલ ભુવન અને રણજીતનગર ઉપાશ્રય આયંબિલ ભુવનમાં યોજાયા હતા.

સ્થાનો ઉપર આયંબિલ ઓળી કરાવવામાં આવી જેમાં દરરોજ 850થી 900 આયંબિલ થયા અને સળંગ આયંબિલની ઓળી 675 થઇ જેના શુભ પારણા લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડીમાં કરાવવામાં આવ્યા હતાં.

સમસ્ત જૈન સમાજના દરેક ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ તથા કાર્યકર્તાઓ તથા મહિલા મંડળના સેવાભાવી બહેનોએ તપશ્વીઓને શાતા ઉપજે તેવી સુંદર વ્યવસ્થા કરી સારી એવા આપી હતી તેમ જૈન સમાજના દિપકભાઇ શાહ, હેમતભાઇ મહેતા અને પંકજભાઇ શાહ જૈન સમાજ સર્વેનો આભાર માને છે.