તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલ-જોડિયા માં ૫ કલાકમાં ૬ ઇંચ, સર્વત્ર જળબંબાકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાડાટોડા, માણેકપર, ભેંસદડ, આમરણ, બાલંભા, તારણા દૂધઇ વગેરે ગામોમાં મુશળધાર વરસાદ : અડધા હાલારમાં મેઘરાજાએ પુન: હેત વરસાવ્યું

જામનગર શહેર-જિલ્લામાં લગભગ ચારેક સપ્તાહના વિરામ બાદ મેધરાજાએ પુન: હળવુ હેત વરસાવતા ચાર તાલુકમાં પોણાથી સાડા ત્રણેક ઇંચ જેટલુ પાણી વરસ્યુ હતુ.ધ્રોલ-જોડિયા પંથકમાં મેધરાજા મન મુકીને વરસતા પોણા બેથી છ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ધ્રોલ-જોડિયા પંથકના હાડાટોડા, માણેકપર, ભેંસદડ, આમરણ, બાલંભા, તારાણા, દુધઇ વગેરે ગામોમાં પાચ કલાકમાં લગભગ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા છે.લતીપર-મોરબી હાઇ વે પર ધ્રોલ નજીક પીયાવા ચોકડી પાસે ડાયવર્ઝનના કોઝ વે પર પાણી ફરી વળતા ત્રણેક કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.જ્યારે જોડીયાના અંબાલા ગામ પણ વાહન વ્યવહારથી વિખુટુ પડી ગયાના વાવડ મળ્યા હતા.

આગળ વાંચો : જામજોધપુર-ભાણવડ-કલ્યાણપુરમાં હળવા ભારે ઝાપટાં, લતીપર-મોરબી હાઇ વે પર વાહન વ્યવહાર ખોરવાયો