• Gujarati News
  • Yasavantaraya In Bhavnagar BJP On The Issue Of The Conflict Of The Two Leader Ahma

ભાવનગરમાં યશવંતરાયના મુદ્દે ભાજપના બે નેતાના અહ્મનો ટકરાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે વર્ષથી ભાવનગરનું નાટયગૃહ બંધ હોવાથી કલાકારો અને પ્રોગ્રામ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના અહં ટકરાવને કારણે કલાનગરી ભાવનગરનું એકમાત્ર નાટયગૃહ યશવંતરાયનું રીનોવેશનનું કામ લંબાતુ જ જાય છે. છેલ્લા બે વર્ષથી આ નાટયગૃહ બંધ હોવાને કારણે ભાવનગરના અનેક કલાકારો અને પ્રોગ્રામ ઓર્ગેનાઇઝરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ પ્રશ્ને ભાજપનું પ્રદેશ મોવડી મંડળ પણ રસ લઇ પરિણામલક્ષી કામગીરી કરાવે તેવી કલાકારોની માંગણી છે.

યશવંતરાય નાટયગૃહ ભાવનગરનું એકમાત્ર ઓડિટોરીયમ છે જેમાં શહેરની દરેક સંસ્થાઓ, શાળાઓ, રાજકીય પક્ષોના વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થતા હોય છે. આ નાટયગૃહને રીપેરિંગ કરવા માટે ભાવનગરના કલાકારોએ ઝુંબેશ ચલાવ્યા બાદ રીપેરિંગ માટે બે વર્ષ પહેલા બંધ થયેલુ આ નાટયગૃહ હાલમાં માત્ર ભાજપના બે નેતાઓના અહં ટકરાવને કારણે જ ચાલુ થતુ નથી એવો કલાકારોએ આક્ષેપ કર્યો છે.

ભાજપના એક નેતા યશવંતરાય નાટયગૃહ તાત્કાલિક રીપેર થાય એ માટે અધિકારીઓ-કોન્ટ્રાકટરો સાથે સતત મીટિંગ કરે છે. કલાકારોનુ માર્ગદર્શન લે છે અને ગાંધીનગર ખાતે સંકલન કરે છે.

બીજી બાજુ ભાજપના જ એક નેતા યશવંતરાય નાટયગૃહના રીપેરિંગનો યશ મારા સિવાય કોઇ લઇ ન જાય એવી માનસિકતા સાથે આ કાર્યમાં સતત અવરોધો ઉભા કરતા રહે છે અને યશવંતરાય હજી બીજા છ મહિ‌ના શરૂ ન થાય એ માટે પડદા પાછળ પ્રયત્ન કરી રહ્યા હોવાનો કલાકારોએ આક્ષેપ કરેલ છે.

આમ ભાજપના બે નેતાઓ વચ્ચેના અહં ટકરાવને કારણે ટલ્લે ચડેલ કલાનગરીનું આ એક માત્ર નાટયગૃહ તાકીદે શરૂ થાય એવુ કલાકારો ઇચ્છી રહ્યા છે. અને આ પ્રશ્ને જરૂર પડે ભાજપનું પ્રદેશ મોવડી મંડળ દરમિયાનગીરી કરે તેવી પણ માંગણી કરેલ છે.

બે સપ્તાહમાં ચાલુ ન થાય તો જન આંદોલન
યશવંતરાય નાટયગૃહનું રીપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયેલ છે પણ ભાજપના બે નેતાઓના અહંને કારણે નાટયહગૃહ ફરી શરૂ થતું નથી. બે વર્ષથી ભાવનગરનું કલાજગત આ તમાશો જોઈ રહ્યું છે. હવે જો બે સપ્તાહમાં આ નાટયગૃહ શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ જશે તો ભાવનગરના કલાકારો એક બની જન આંદોલન કરશે તેવી ચેતવણી આજે સ્થાનિક કલાજગતના આગેવાનોએ આપી હતી.

બે વર્ષ પહેલા પડદો પડી ગયો હતો
યશવંતરાય નાટયગૃહ રીનોવેશન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો
યશવંતરાય નાટયગૃહના નવીનીકરણનો પ્રારંભ (નવ મહિ‌ના સુધી હોલ બંધ રહ્યો)
યશવંતરાય પુન: શરૂ કરવા માટે નીકળેલામુહૂર્‍તો :

૩૦૦ કલાકારોની રોજીરોટી બંધ છે
ભાવનગર પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓ, કોન્ટ્રાકટ અને કનસલ્ટન્ટની મિલીભગતને કારણે યશવંતરાયનું કામ મંથર ગતિએ ચાલે છે. ભાવનગરના ૨પ૦ થી ૩૦૦ કલાકારોને આયોજકોની રોજીરોટીનો સવાલ છે ત્યારે બે વર્ષથી બંધ પડેલ યશવંતરાય નાટયગૃહને તાકીદે ફરી શરૂ કરવામાં આવે તેવી અમારી તમામની માંગણી છે.
દોલત પરમાર, કાર્યક્રમ આયોજક

ઉદ્દઘાટન માટે મંત્રીનો સમય પણ લેવાયો હતો
યશવંતરાય નાટયગૃહ બંધ કર્યા પછી નવ મહિ‌ના સુધી ટેન્ડર અને અન્ય પ્રક્રિયા જ ચાલુ રહી હતી. આટલો લાંબો સમય આયોજન માટે કાઢયા બાદ પણ સેન્ટ્રલી એ.સી. કરવું કે નહીં એ પ્રશ્ને વચ્ચેના ગાળામાં સતત ત્રણ મહિ‌ના સુધી કામ બંધ કરાવી દેવાયું હતું. એકવાર મંત્રી રમણભાઈ વોરાનો ઉદ્દઘાટન માટે સમય લીધા બાદ પણ રીપેરિંગ કામ પૂર્ણ થયું નહીં હોવાથી કાર્યક્રમ કેન્સલ કર્યો હતો.

તા. ૧૮/૦૭/૨૦૧૧

તા.૧૬/૦૪/૨૦૧૨

નવરાત્રિ, દિવાળી, ધૂળેટી... સહિ‌તના દરેક મુખ્ય તહેવારો