તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા યાર્ડની ચૂંટણીનું રેકોર્ડ બ્રેક મતદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહી: વિધાનસભાની ચૂંટણી જેવા માહોલ જામ્યો
વેપારી વિભાગનું 100%, અન્ય વિભાગનું 97% સુધીનું વોટિંગ
તળાજા બ્યુરો: તળાજા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વેપારી અને ખરીદ વેચાણ મંડળીના કુલ 14 ડીરેકટરો માટેની આજની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય અર્થતંત્ર માટેની અત્યંત અગત્યની સંસ્થા માર્કેટ યાર્ડ ખેડૂતોના હિત માટે કાર્યરત હોઇ આજની ચૂંટણીમાં ખેડૂતોમાં સ્વયંભુ ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સવારના સમયથી જ ટ્રેકટર, મોટર સાયકલ, અને વાહનો મારફત તાલુકા ભરમાંથી ખેડૂત મતદારો ઉમટી પડયા હતા.તળાજા માર્કેટીંગ યાર્ડની આ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત અને કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારો વચ્ચે સિદ્ધિ ટકકર હતી.
જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ સહ પેનલમાં પૂર્વ પ્રમુખ અને સર્વોતમ ડેરીના વર્તમાન ચેરમેન મહેન્દ્રભાઇ પનોત, પૂર્વ પ્રમુખ સુખાભાઇ ભુરાભાઇ, વર્તમાન પ્રમુખ વિક્રમસિંહ ગોહિલની આગેવાની હેઠળ નિવડેલા પ્રતિનિધિઓ અને સામે પક્ષે કોંગ્રેસ પ્રેરીત ખેડૂત વિકાસ સહકારી પેનલમાં યાર્ડના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ સરવૈયા (મુખી) પૂર્વ ઉપપ્રમુખ ખાટાભાઇ ભાદરકા સહીત દિગ્ગજો હોઇ આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. અા ચુંટણીમાં મતદાર મંડળીનું ક્ષેત્ર વિશાળ અને ગામડે ગામડે મતદારો હોઇ વધુને વધુ મતદાન માટે બન્ને પક્ષ દ્વારા એડીથી ચોટી સુધીનુ જોર લગાવી ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
ખેડૂતના 8, વેપારીના 4 અને ખ.વે.મં.ના બે ડીરેકટરો
તળાજા માર્કેટીંગ યાર્ડના મતદાર મંડળોમાં ખેડૂતોના 8 પ્રતિનિધિઓ માટે તાલુકા ભરતી 82 મંડળીઓના કારોબારી સમિતિના 964 સભ્યો મતદાર તરીકે નોંધાયેલ છે. જયારે વેપારીમાં તળાજા માર્કેટ યાર્ડના લાયસન્સદાર તરીકે નોંધાયેલા 321 વેપારી મતદારો છે. જયારે ખરીદ વેચાણ ઉત્પાદન વિભાગની બેઠક માટે તળાજા વિસ્તારની 9 મંડળીઓના 112, મતદારો નોંધાયેલ છે એમ કુલ 14 ડિરેકટરો માટે 1397 મતદારોનું આજે મતદાન યોજાયુ હતુ.
ખેડૂત વિભાગમાં 96.47
-સહ.વિભાગ 97.32 ટકા
તળાજા માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના 8 ડાયરેકટરો માટેની ચુંટણીમાં કુલ 964 મતદારો પૈકી 930 નું મતદાન થતા 96.47 ટકા જેેટલુ જંગી મતદાન થયુ હતુ. જયારે ખરીદ વેચાણ સહકારી મંડળી વિભાગની બે બેઠકો માટેના 112 પૈકી 109 મતદારોએ પોતાનો મત આપતા 97.32 ટકા મતદાન નોંધાયુ છે.
આજે મતગણતરી
તા.8-10ને બુધવારે સવારે 9 કલાકથી તળાજા યાર્ડ ખાતે મતગણના શરૂ થશે 2થી3 કલાકમાં પરિણામ આવવાની ધારણા છે.
વેપારી વિભાગમાં 100 ટકા મતદાન ?
તળાજા માર્કેટીંગ યાર્ડના વેપારી વિભાગની ચાર ડીરેકટરોની બેઠક માટે 321 મતદારોમાંથી 320 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જે એક વેપારીનો મત પડયો ન હતો. તે જેરામભાઇ સુરસંગભાઇ પરમારનું મતદાર યાદી જાહેર થયા બાદ નિધન થતા તેનુ નામ કમી થયેલ ન હતુ. જેથી હકીકતમાં તેનુ મતદાન થવાની સ્થિતિ ન હોઇ અને છેવટની યાદીમાં નામ હોવાથી કુલ 321 મતદારો દર્શાવાયા હતા જે મુજબ હાલતા હયાત 320 પૈકી તમામે મતદાન કરતા ખરેખર 100 ટકા મતદાન થયુ ગણાય.