• Gujarati News
  • View Of The Evaluation Committee To Assess The Rate Of Corporation Land

કોર્પોરેશનની મુલ્યાંકન સમિતિનું જમીનના દર બાબતે અવમુલ્યાંકન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોર્પોરેશનની મુલ્યાંકન સમિતિનું જમીનના દર બાબતે અવમુલ્યાંકન
- વિવાદ | બબ્બે વખત બેઠક છતાં હજુ નિર્ણય થયો નહિ
- રાવળા હક્કની જમીનને પણ ઓ.પી.માં સમાવેશ કરતા વિવાદ


ભાવનગર.: ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે અનેક લોકો હેરાન થાય છે. કોર્પોરેશને ઓ.પી.ના નવા દર નક્કી કરવાનો નિર્ણય અને રેટ રિવાઇઝની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ અવાસ્તિવક રીતે ઓ.પી.ના દરના મુદ્દે વિવાદને કારણે મિલ્કતોના નામ ટ્રાન્સફર સહિતના પ્રશ્નો ઉભા થયા છે.ઘણાં વર્ષોથી ઓ.પી.ના દર રિવાઇઝ કરવા માટે વિભાગમાંથી સાધારણ સભામાં દરખાસ્ત આવી હતી. પરંતુ નાયબ કમિશનર એડમીન, સિટી એિન્જનિયર, ટી.ડી.ઓ., એસ્ટેટ ઓફસર, ચીફ એકાઉન્ટ સહિતના અધિકારીઓની બનેલી મૂલ્યાંકન કમિટી માત્ર કાગળ પર હોય તેમ રાવળા હક્કની જમીન પણ ઓ.પી.માં સમાવેશ કરી ગંભીર બેદરકારી દાખવી હતી.
તેમ છતાં પદાધિકારીઓ પણ ચુપકિદી સેવી બેઠા છે. પુન: મૂલ્યાંકન માટે મૂલ્યાંકન સમિતિએ બેથી ત્રણ મીટિંગો પણ કરી પરંતુ હજુ સુધી આખરી નિર્ણય સુધી પહોંચી નથી. ત્યારે ઓ.પી.ના વિવાદને કારણે મિલ્કતોના નામ ટ્રાન્સફર સહિતના પણ પ્રશ્નો ઉભા થયા છે.

ફાઇલ અટકશે નહિ
ઓ.પી.ના રેટ રિવાઇઝ માટે મૂલ્યાંકન કમિટીની બે વખત મીટિંગ મળી હતી અને તેમાં નિર્ણય થયા બાદ નવી દરખાસ્ત થશે. પરંતુ ઓ.પી.ને કારણે એક પણ નામ ટ્રાન્સફર સહિતની ફાઇલ અટકશે નહીં
- એમ.વી. રાઠોડ, એસ્ટેટ સર, મ્યુ.