તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં બે વૃદ્ધાને ગઠિયા છેતરી ગયા, ઘરેણા લઈ ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લીલાબેનનું ખૂન થયું છે, આ રૂમાલમાં તમારા ઘરેણા કાઢી નાંખો કહી વૃદ્ધાના ઘરેણા બઠાવી લીધા
ભાવનગર શહેરના બે સ્થળોએ ગણતરીના સમયમાં જ સવારે બે વૃદ્ધાને ગઠિયાઓ મોટરસાયકલ ઉપર આવીને છેતરી ઘરેણા લઇને રફૂચક્કર થઇ જતાં ભારે ચકચાર જાગી છે. પોલીસને જાણ થતાં જ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, પણ કઇં હાથ લાગ્યું ન હતું. ભાવનગર શહેરમાં ધોળા દિવસે બનેલી બે ઘટનાને કારણે મહિ‌લાઓમાં અસુરક્ષિતતાની પણ લાગણી પ્રવર્તિ‌ રહી છે.
ભાવનગર શહેરના ડાયમંડ ચોક ખાતે રહેતા નટવરલાલ પ્રભાશંકરભાઇ ભટ્ટના પત્ની કુમુદબેન (ઉ.વ.૭૧) સવારે વોકિંગ કરવા નિકળ્યા હતા, ત્યારે સવારે ૭.પ૦ કલાકે મેઘાણી સર્કલ ખાતે અજાણ્યા ત્રણ શખ્સોએ કુમુદબેનને ઉભા રાખ્યા હતા અને કહ્યું હતું કે, સામે અમારા સાહેબ બોલાવે છે. આગળ લીલાબેનનું ખૂન થયેલ છે. તો તમારા દાગીના આ રૂમાલમાં કાઢી નાંખીને મૂકી દયો. આથી ગઠિયાની વાતમાં અંજાઇ જાઇ ને વૃદ્ધાએ બે સોનાની બંગડી (કિંમત રૂ.૩૪,૦૦૦) રૂમાલમાં મૂકી દીધી હતી. જેની સામે ઉભેલા ગઠિયાએ નજર ચૂકવીને પેપરના ડુચા ભરેલું પડીકુ પકડાવીને જતાં રહ્યા હતા. બાદમાં વૃદ્ધાને વાસ્તવિકતાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ થાણે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આવો જ બીજો બનાવ શહેરના વિજયરાજનગરમાં બન્યો હતો. પ્લોટ નં.૭૧૭માં રહેતા કેશવભાઇ પુનાભાઇ ભુતૈયા પ્રજાપતિના પત્ની પ્રભાબેન (ઉ.વ.૭૦, રહે. નંદીગ્રામ સ્કૂલની પાછળ વિજયરાજનગર) સવારે શિતળા માતાજીના મંદિરે દર્શન કરવા જતાં હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો તેની પાસે ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, લૂંટફાટના બનાવો બહુ બને છે તેથી તમારા ઘરેણા આ રૂમાલમાં બાંધી દયો, તેથી પ્રભાબેને હાથમાંથી બે બંગડી, સોનાનો ચેઇન (કિંમત રૂ.પપ,૦૦૦) કાઢીને રૂમાલમાં બાંધવા આપ્યો હતો. તુરંત ગઠિયાએ નજર ચૂકવીને કાગળના ડુચા ભરેલો રૂમાલ પકડાવીને જતા રહ્યા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો