અકસ્માતના બે બનાવમાં આધેડ સહિ‌ત ત્રણ શખ્સોના કરૂણ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેળાવદર (ભાલ) તાબાના નીરમાના પાટીયા પાસેથી સોમવારે સાંજે પસાર થતા અજાણ્યા ટ્રકના ચાલકે તેનુ વાહન પુરપાટ ઝડપે બેફીકરાઇથી ચલાવતા સામેથી ખેતાખાટલીથી ભાવનગર તરફ આવી રહેલા મોટર સાયકલ નં.જીજે૪ બીએ ૭૩૮૩ને જોરદાર ટકકર મારતા સુનીલ જયંતિભાઇ ચુડાસમા (ઉ.વ.૨૨ રહે. ખેડુતવાસ) નુ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જયારે અન્ય સુનીલ સોમાભાઇ ચૌહાણ અને રવિ જયંતિભાઇ સોલંકી (રહે. બંને ખેડુતવાસ)ને પણ ઇજા થતા સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સુનીલ સોમાભાઇ ચૌહાણનુ મોત નિપજયુ હતુ. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અકસ્માતના અન્ય બનાવમાં તળાજા તાલુકાના ધારડી ગામના રહિ‌શ ખરક બાઘાભાઇ ભટુરભાઇ સેંતા (ઉ.વ.પ૦) ગઇકાલે સાયકલ પર તેમની વાડીએ જઇ રહ્યા હતા. ત્યારે ધારડી ગામની સીમમાં આવેલ પદુભા દેવુભા ગોહિ‌લની વાડી સામે આવેલ રોડક્રોસ કરતા હતા ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થતા મોટર સાયકલ નં.આરજે ૩૬ એસઇ ૭૪૭૯ના ચાલકે તેની બાઇક બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી બાઘાભાઇને અડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા બેભાન હાલતે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવ અંગે મૃતકના ભાઇ દામજીભાઇ સેંતા (રહે. ધારડી) એ અલંગ પોલીસમાં ફરીયાદ નોંધાવતા બનાવની વધુ તપાસ હાથ ધરી છે.