તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરાવાસ ધમાલ પ્રકરણમાં ત્રેવીસ શખ્સોની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મંત્રીના પુત્ર સહીતનાની ધરપકડની કાર્યવાહી શરૂ : પોલીસ ઈન્સ. ચાવડા

શહેરના ચકચારી બનેલા સુંદરવાસ પ્રકરણના મામલે પોલીસે ૨૩ શખ્સોની ધરપકડ કરી હતી. આજથી થોડા સમય પૂર્વે શહેરના સુંદરાવાસ બંગલા વિસ્તારમાં રાત્રીના મંત્રી પરશોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સહિ‌ત અજાણ્યા શખ્સોએ વાહનો સાથે ધસી જઈ કોટક ગુપના સીકયુરીટી ગાર્ડ સાથે કરેલી મારામારીના સંદર્ભે ડી ડીવી.માં અજાણા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

આખરે સુંદરાવાસના મામલે સંદીપ હમીરદાન ગઢવી (રહે. શ્રીનાથજીનગર), હરેશ ઉર્ફે દાસ ભગવાનદાસ શિયાળ (રહે. ખેડૂતવાસ), જીતેન્દ્ર મનજી ગોહિ‌લ (રહે. અધેવાડા), હરેશ પ્રેમજી પરમાર (રહે. સિદસર), જીતુ હિ‌રા મકવાણા (રે. સિદસર), રાજુ મનસુખ દેલવાડીયા, રાજુ પ્રેમજી પરમાર, સંજય ભીમજી ગોહિ‌લ, ગૌત્તમ મનજી વેગડ, વિપુલ રૂપા ચૌહાણ (રહે. તમામ સિદસર), રાકેશ કલ્યાણ ગોહેલ (રહે. ભગવતીનગર), શૈલેષ ધીરૂ ચૌહાણ (રહે. વડવા ચોરા), નિલેશ રામજી મીઠાપરા (રહે. સિદસર), અલ્તાફ રજાક દેખૈયા, સંજય શંકર સોલંકી (રહે. ખેડૂતવાસ), સંદીપ રાજુ રાજયગુરૂ (રહે. ભક્તિનગર),મહેન્દ્ર ભીખા સોલંકી (બે માળીયા વિઠ્ઠલવાડી), સંદીપ ભલા લાઠીયા (રહે. રૂવાપરી રોડ), ભદ્રેશ રણછોડ સોલંકી (રહે. મફતનગર), બુધા પોપટ મકવાણા (રહે. રૂવાપરી રોડ), અશોક હરેશ ગઢવી, પ્રદિપસિંહ તખતસિંહ ઝાલા (રહે. બન્ને જામનગર) અને ગોકુળ કાના સીંધવ (રહે. કાળુભા રોડ)ની ધરપકડ કરી હતી. જયારે બનાવમાં સામેલ મંત્રીના પુત્ર સહીત અન્ય લોકોની ધરપકડની કાર્યવાહી ચાલુ હોવાનું ઈન્સ્પે. ચાવડાએ જણાવ્યું હતું.