તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલકી ગુણવત્તાનાં બિયારણે વાવેતરમાં પાણી ફેરવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્ર કાર્યવાહી કરે કે ન કરે, ખેડૂતોને ન છુટકે પડતો આર્થિ‌ક ફટકો

ભાવનગર જિલ્લામાં તળાજા, ઉમરાળા અને પાલિતાણા પથંકમાં ખેતીના હલકી ગુંણવત્તાવાળા બિયારણો ધાબડીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ખેડૂત વર્ગમાંથી જન્મી છે. તંત્રએ તાકિદના ધોરણે તપાસ કરવા માંગ ઉઠી રહી છે. દર વર્ષે વાવેતર બાદ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પડયા ઉપર પાટુ પડે છે. તેમ છતા વાવણી પૂર્વે લેભાગુ કંપનીઓ હલકી કક્ષાના બિયારણો બજારમાં મુકીને ખેડુતો સાથે છેતરપિંડી કરે છે. આ વર્ષે ખાસ કરીને તળાજા, પાલિતાણા અને ઉમરાળા પથંકમાં કેટલાક ખેડૂતોના વાવેતર ઉપર પાણી ફરી વળ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. મોંઘાભાવના બિયારણો નહીં ઉગવાથી ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે.

- અત્યારે વાવેતર કરો તો પણ પાછોતરૂ થાય....

કંઇ કંપનો માલ સારો છે કે નબળો છે તે ખેડૂતોને કંઇ રીતે ખબર પડે? ખેડૂતો વાવેતર કરી દે છે. વાવેતર ઉછરે ત્યારે ખબર પડે કે કંપનીનું બિયારણ જ નબળું હતું. તંત્ર નમુના લઇને કાર્યવાહી કરે તો પણ મહિ‌નાઓ પછી હજાર પાંચ હજાર રૂપરડી દંડથી કંપની છુટી જાય છે. ખેડૂતોને તો નુકસાન જ ને?હવે વાવેતર કરે તો પણ પાછોતરૂ થાય.
રમેશભાઇ-કુરજીભાઇ, ખેડૂત બપાડા

- બિયારણો, ખાતરના નમૂના લેવાની કાર્યવાહી ચાલું છે

મારી પાસે હાલના તબ્બકે કોઇ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. તેમ છતા દરેક વિસ્તારમાંથી બિયારણ,ખાતરના નમૂના લેવાની કાર્યવાહી ચાલું જ છે.અત્યાર સુધીમાં ચાલુ સિઝનના બિયારણના ૨પ૦, ખાતરના ૩પ અને દવાનો છંટકાવ હવે પછી કરાતો હોવાથી દવાના ૪ નમૂના લઇને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલેલ છે. ડી.એલ.પટેલ , ખેતીવાડી અધિકારી, ગુંણવત્તા અને નિયત્રણ.