તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Traffic Jam Problem People Very Crowd In Bhavnagar Latest News

ગારિયાધારમાં ટ્રાફિકની સમસ્યા પ્રજાજનો માટે માથાનો દુ:ખાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધારમાં ટ્રાફિકની સમસ્યા પ્રજાજનો માટે માથાનો દુ:ખાવો
શહેરમાં ટ્રાફિક નિયમન વ્યવસ્થા કથળી : તંત્રની નિષ્ક્રિયતાથી રોષ

ગારિયાધાર : ગારિયાધાર શહેરના આશ્રમ રોડ, નવાગામ રોડ, મિયાની મેડી, મિઠા કુવા જેવા વિસ્તારોમાં થતો ટ્રાફિક પ્રજાજનો માટે માથાનો દુ:ખાવો બની છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારના પગલા નહિ લેવાતા શહેરના આ જાહેર માર્ગોમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કથળી ગઇ હોવાનુ જણાઇ રહ્યુ છે.
રિક્ષાચાલકો, પ્રાઇવેટ પેસેન્જર વાહનો અને ખરીદી માટે નિકળેલા શહેરીજનોના વાહનો અને રસ્તાઓ પર પાર્કિંગ કરી દેવામાં આવે છે જેના કારણે રસ્તા પર નિકળતા મોટા વાહનોને પસાર થવું મુશ્કેલી ભર્યુ બને છે આ તમામ વાહન ચાલકોને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોવાથી ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઇ હોવાનુ લાગી રહ્યુ છે.
ટ્રાફિક નિયમનની કામગીરી થશે
તહેવારોને લીધે થતા શહેરમાં થતા ટ્રાફિકને દુર કરવા સ્ટાફની અછતના હોવા છતાં હોમગાર્ડ અને જીઆરડીના પોઇંટ નકકી કરીને ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરાશે. > પી.એન. ઝીંઝુવાડીયા, પીએસઆઇ, ગારીયાધાર