તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી. સ્ટેન્ડની દિવાલે મુસાફરનો લીધો ભોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવાના એસ.ટી.સ્ટેન્ડમાં દિવાલ પડી જતા દિવાલ નીચે દબાઇ જવાથી પંચમહાલ જિલ્લાના મુસાફરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આજે સાંજે ૭ કલાક આસપાસ મહુવા એસ.ટી. સ્ટેન્ડ અને વર્કશોપને જુદી પાડતી દિવાલના ટેકે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોહાવડી ગામના જેહાભાઇ પુનાભાઇ ઉ.વ.૩૨ નામના મુસાફર બેઠા હતા. અચાનક નબળા બાંધકામવાળી આ દિવાલ ઢળી પડતા તે મુસાફર દિવાલ નીચે દબાઇ જતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

એસ.ટી. સ્ટેન્ડમાં આવેલી આ દિવાલ નબળી હતી અને અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં ઘણા સમયથી હોવા છતા એસ.ટી.સ્ટેન્ડના ડેપો મેનેજર સહિ‌તના તમામ અધિકારીઓએ આ બાબતને ધ્યાને ન લેતા એક મુસાફરનું અકાળે અવસાન થતા મુસાફરોમાં સ્થાનિક એસ.ટી.તંત્ર સામે રોષ ઉભો થયો છે.