તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે કાળી ચૌદશે મંત્ર-તંત્ર અને સાધના માટેનો સૌથી શ્રેષ્ઠ સમય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શનિવાર અને કાળી ચૌદશનો અનેરો સંગમ
- પનોતી હોય તેના માટે આજે હનુમાનજી કે ઘંટાકર્ણ ભગવાનની સાધનાથી સર્વશ્રેષ્ઠ ફળ મળે તેવી વાયકા


દીપોત્સવીના પર્વની ઉજવણીમાં તા.૨ નવેમ્બરને શનિવારે કાળી ચૌદશના પર્વની ઉજવણી થશે. કાળી ચૌદશ, નરક ચર્તુદશી કે રૂપ ચૌદશના નામે ઓળખાતા આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમંત પૂજન, યંત્રપૂજન ઉપરાંત મંત્ર-તંત્રની આરાધના તેમજ રાત્રે અઘોર પંથીઓ સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ વર્ષે કાળી ચૌદશ અને શનિવારનો અનેરો સંગમ હોય મંત્ર-તંત્ર અને કષ્ટભંજન દેવના સાધકોમાં ઉત્સાહ બેવડાયો છે.

કાળી ચૌદશના પર્વે શનિદેવની પનોતી ચાલતી હોય એ રાશિવાળાઓએ હનુમાનજી મહારાજની અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના, ભક્તિ, પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે. કાળી ચૌદશનું અમુક ચોક્કસ વર્ગમાં ખાસ મહત્વ છે. આ પર્વે મંત્ર-તંત્ર મર્ગી‍ય સાધના સૈકાઓથી સ્મશાનમાં થતી હોવાનું મનાય છે. તંત્ર માર્ગી‍ કૌલ અને કાયલિક પંથ મધ્યયુગમાં ફૂલ્યાફાવ્યા હોવાનું સોમદેવ, ક્ષોમેન્દ્ર અને યમુના આર્યના લખાણો પરથી મનાય છે. મત્સ્યેન્દ્રનાથને યોગિની ક્ૌલપંથના જનક ગણાય છે. કૌલ એ શકિત
અને અકૌલ એ શિવ, જેનો સમરસ એટલે કૌલ માર્ગ, કાયાસિકોમાં બલિપ્રથા હતાં. હિ‌ન્દુ ધર્મ ઉપરાંત જૈન અને બૌધ્ધ ધર્મમાં પણ તાંત્રિક વિધિ થાય છે.

આસો વદ ૧૪ શનિવાર તા.૦૨-૧૧-૨૦૧૩નાં રોજ કાળી ચૌદશ, નરક ચતુર્દશી, રૂપ ચૌદશ છે. કાળી ચૌદશની રાત્રીએ સાધના, ઉપાસના, તંત્ર સાધના તથા અઘોર ઉપાસનનું મહાત્મ્ય છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે ાા ઓમ હનુમંતાય નમ: ાા અથવા શનિ મંત્રની ઉપાસના કરવી. યથાશક્તિ મંત્ર જાપ કરવા, જન્મકુંડળીમાં શનિ નર્બિ‌ળ થયો હોય એમણે હનુમાન ચાલીશાનાં પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પૂજન, મશીન પૂજન અને વાહન પૂજન કરવાનો મહિ‌મા છે.

લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે. બપોરથી રાત્રી દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે. આ દિવસે આધી, વ્યાધી અને ઉપાધીનાં નિવારાણાર્થે હનુમાન ચાલીશાના યથાશક્તિ પાઠ કરવા. બિમારી, કલેશ, ભય અને શત્રુ તથા કર્જમાંથી મુક્તિ મેળવવા માટે, અનષ્ટિનાં નાશ અને ઈષ્ટની પ્રાપ્તિ માટે દરેકે પોતાના ધર્મ અનુસાર યથાશક્તિ મંત્ર જાપ કરવા. કારખાના, ફેક્ટરીમાં રાખેલ યંત્ર (મશીન)ની પૂજા વિદ્વાન બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરાવવી.

યંત્ર ને શક્તિનો સ્ત્રોતક માનવામાં આવે છે. યંત્ર પૂજન પછી શ્રીફળ વધેરી તેનું જળ કારખાનામાં છાંટવું. સંસારનાં પાલનહાર ભગવાન શ્રીધરનાં નવમા શરીરી અવતારરૂપ શ્રીકૃષ્ણનાં પિત્ન સત્યભામાએ આજના દિવસે નરકાસુર નામના રાક્ષસનાં ત્રાસમાંથી મુક્ત કરી તેથી આજે નરક ચતુર્દશી કહેવાય છે. કાળી ચૌદશની રાત્રે કહેવાતા ભૂવા-તાંત્રિકો સ્મશાન ગૃહમાં વિવિધ પ્રકારની મેલી વિદ્યાઓ કરશે તેમજ લીંબુ, ચપ્પુ, ત્રિશુળ, કંકુ, ચોખા, લાલ-કાળા-પીળા કપડા વિ. સાધન-સામગ્રી તૈયાર કરી જાત-જાતની વિધિ કરવામાં આવશે.

- પનોતી હોય તેને આજે ઉપાસના કરવાથી શુભ ફળ

તા.૨ નવેમ્બરને શનિવારે કાળી ચૌદશની રાત્રીએ સાધના, ઉપાસના, તંત્ર સાધના તથા અઘોર ઉપાસનનું મહાત્મ્ય છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયના જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે ઓમ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી. યથાશક્તિ મંત્ર જાપ કરવા, જન્મકુંડળીમાં શનિ ર્નીબળ થયો હોય એમણે હનુમાન ચાલીશાનાં પાઠ કરવા. કર્ક અને મીન રાશિને નાની પનોતી તથા કન્યા, તુલા અને વૃ‌શ્ચિ‌ક રાશિને શનિ મહારાજની મોટી પનોતી ચાલી રહી છે.