• Gujarati News
  • To Celebrate The Birth Of A Rapturous Feast In Cana Gohilavada

કાનાના જન્મને વધાવવા ગોહિ‌લવાડ હરખઘેલું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ભગવાનને શણગારવામાં આવેલા છે)
- કાનાના જન્મને વધાવવા ગોહિ‌લવાડ હરખઘેલું
- યદા યદા હી ધર્મસ્ય ગ્લાનર્ભિવતિ ભારત... સંભવામી યુગે યુગે
- ઠેર-ઠેર મટકીફોડ, નંદ મહોત્સવ સહિ‌તના અનેકવિધ કાર્યક્રમો, મંદિરો અને હવેલીઓમાં સુશોભન કરાયું


ભાવનગર : શ્રાવણ સુદ-આઠમ એટલે સમગ્ર વિશ્વને અસૂરો અને અધર્મી‍ઓના પંજામાંથી મુક્ત કરી ધર્મનું પુન:સ્થાપન કરનારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમીનું પર્વ આ વર્ષે તા.૧૭ ઓગસ્ટને રવિવારે ભાવનગર શહેર સહિ‌ત સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં પરંપરાગત ધર્મોલ્લાસભેર ઉજવાશે. જન્માષ્ટમી પર્વે શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળશે. તો યુવા વર્ગ હરવા ફરવાની મોજ માણી રાત્રે ૧૨ ના ટકોરે શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં પુરા ઉમંગ અને ઉત્સાહથી જોડાશે.
સોમવારે પારણા નોમની ઉજવણી દેવાલયો, મંદિરો અને હવેલીઓમાં પરંપરાગત ધર્મોલ્લાસભેર કરવામાં આવશે.શહેર-જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી માટે ઘેર-ઘેર અનેરો આનંદ-ઉમંગ જોવા મળે છે. બુધવારે રાત્રે ૧૨ના ટકોરે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી, ઘોડા, પાલખી જય કનૈયા લાલ કી..’ના ગગનભેદી નારા સાથે શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી થશે.ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ સુદ આઠમને રવિવારે સવારે શહેર જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર લોકમેળાની રંગત જામશે.
ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે અને રૂવાપરી માતાજીના મંદિરનાં પટાંગણમાં લોકમેળામાં હજારો ઉત્સવપ્રેમી પ્રજાજનો આવશે.ભાવનગર શહેરમાં ઠેર-ઠેર મટકીફોડના કાર્યક્રમ યોજાયા છે. ગીતાચોક, સરદારનગર, ભરતનગર જેવા વિસ્તારોમાં ઉમંગ-ઉત્સાહ સાથે મટકી ફોડ સહિ‌ત જન્મોત્સવની ઉજવણી થશે. સાંઈબાબાનું મંદિર (મેઘાણીસર્કલ), વડવા, સરદારનગર વિ. વિસ્તારોમાં પણ રાત્રે ૧૨ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે.
મહાઆરતી દ્વારા ભાવિકોની ઉપસ્થિતિમાં 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી, ઘોડા, પાલખી જય કનૈયા લાલ કી..’ના નારા વચ્ચે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે અને પંજરીની પ્રસાદી વહેંચાશે.જન્માષ્ટમીના પર્વે સવારે શહેર-જિલ્લામાં લોકમેળાની રંગત જામશે. આમ, લોકમેળાની મોજ-મજા માણી રવિવારે રાત્રે મટકીફોડ બાદ મહાઆરતી, સ્તુતિ-ગાનના અંતે ૧૨ વાગ્યાના ટકોરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આનંદ-ઉમંગભેર ઉજવણીથશે.
વાંચો આગળ, જિલ્લામાં ઠેરટેર જામશે લોકમેળા, આજે ઉજવણીનો કાર્યક્રમ, કિર્તન,રાત્રે ૯ કલાકે બહેનોના રાસગરબા,રાત્રે ૧૨ કલાકે જન્મોત્સવ ઉજવાશે......