ગુજરાતમાં પણ છે ‘મુંબઈના ડબ્બાવાળા’, સ્પીડમાં પહોચાડે છે ગરમ ટિફિન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટિફિનવાળાની સેવા ટાઇમ મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ
- ભાવનગરમાં ટિફિન સર્વિ‌સ સાથે જોડાયેલા ૨૦૦ ટિફિનવાળા સમાજને અનોખી રાહ ચિંધે છે
જગત જમાદાર મહાસત્તા અમેરીકા હોય કે સામાન્ય કક્ષાનો માનવી ટાઇમ મેનેજમેન્ટ સાથે કોઇ બાંધછોડ કરી શકતું નથી. 'ટાઇમ મેનેજમેન્ટ’ શબ્દ આજે અર્થતંત્રમાં વ્યાપક બનતો જાય છે. ત્યારે 'ટાઇમ મેનેજમેન્ટ’ ક્યાં જોવા મળે ? તેવા પ્રશ્નનો જવાબ ભાવનગર શહેરમાંથી જ મળી રહે છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે ગ્રાહકોને સમયસર ટિફિન પહોંચાડવાની સર્વિ‌સ આપતા ટિફિનવાળા ટાઇમ મેજેમેન્ટનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે.
મેટ્રો સિટી મુંબઇમાં ડબ્બાવાળાની માફક ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય વર્ષથી ટિફિનવાળાની સેવા ચાલુ છે. ભાગદોડવાળી જીંદગીમાં ભાવનગર શહેર અને જિલ્લામાંની નોકરી કે ધંધે જતા અંદાજે પ,૦૦૦થી વધુ લોકો ટિફિનવાળાની ટિફિન સર્વિ‌સનો લાભ લે છે. શહેર અને જિલ્લામાંથી અંદાજે ૨૦૦ જેટલા ટિફિનવાળા પોતાના ગ્રાહકોને સમયસર ટિફિન મળી રહે તે માટે ટાઇમ મેનેજમેન્ટનું ચુસ્ત પાલન કરતા હોય છે.
આગળ વાંચો વિશ્વ કક્ષાએ જાણીતી મુંબઇ ડબ્બાવાળાની સેવા..