• Gujarati News
  • Three Days Will Be A Coalition Of Planets: Venus, A Story About Islam

ત્રણ દિવસ સુધી ગ્રહોની યુતિ જોવા મળશે : શુક્ર અંગે ઇસ્લામની ગાથા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખગોળીય બનાવોની મોસમ ખીલી છે. આજથી ત્રણ દિવસ સુધી સાંજના સૂર્યાસ્ત બાદ ૭-૧૮થી પ‌શ્ચિ‌મ દિશામાં નરી આંખે બુધ, ગુરૂ અને શુક્ર ગ્રહો યુતિમાં પાસેપાસે જોવા મળશે. આ ખગોળીય યુતિ અંગે વધુ વિગત આપતા ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઇ મહેતા જણાવે છે કે શુક્ર ગ્રહ અંગે ઇસ્લામની પૌરાણિક ગાથા જાણીયે. આ ક્થા ઝોહરાબાઇની છે. ઝોહરા એ અરબી શબ્દ છે. જેનો અર્થ શુક્ર થાય છે. ઇરાનના એક શ્રીમંત નબીરાના ઘરે સૌંદર્યની સાક્ષાત દેવી સમાન ઝોહરાનો જન્મ થયો હતો. તેના લગ્ન એક જમ જેવા પડછંદ અને તિતાલી સ્વભાવવાળા સાથે થાય છે. જે ઝોહરાને માર પણ મારે છે. હવે હારૂત અને મારૂત નામના ફરિશ્તા જે અઝા અને અઝાયા નામના સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી લડતા ઝગડતા માણસોનો મુકદ્દમો ચલાવી ન્યાય આપતા હોય છે અને રાત્રે ઇસ્મી આઝમ પઢીને પાછા સ્વર્ગ(જન્નત)માં ચાલ્યા જતા હોય છે.

ઝોહરા આ બન્ને ફરિશ્તા પાસે ન્યાય માટે ફરિયાદ નોંધાવે છે. બન્ને ફરિશ્તા ઝોહરા ઉપર મોહિ‌ત થઇ જાય છે. ઝોહરા ત્રણમાંથી એક કાર્ય કરવાની શરત મુકે છે. જેમાં પ્રથમ શરત કે પોતાના પતિને મારી નાખવો,

બીજી શરત જેમાં બૂત પરશ્તી (મૂર્તિ‌પૂજા) કરવી અને ત્રીજી શરત શરાબ પીવો. ઇસ્લામ ધર્મ મુજબ આ ત્રણેય પાપ છે. છેવટે હળવા પાપ તરીકે શરાબ પીવે છે અને પછી નશામાં ચકચૂર થઇ બાકીના બે કાર્યો પણ કરે છે. બાદમાં શરાબના નશામાં ઇસ્મી આઝમ મંત્ર પણ શીખવે છે. ઝોહરા આ મંત્ર પઢીને જન્નતમાં ખુદાની પાસે પહોંચી જાય છે. ખુદા પ્રસન્ન થઇ તેને ઝગમગતો સિતારો બનાવી દે છે. આ ઝળહળતા સિતારો એટલે ઝોહરા ઉર્ફે શુક્રનો ગ્રહ. આ છે શુક્રના ગ્રહની ઇસ્લામિક ગાથા.