પાલિતાણાની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ : ચૂસ્ત બંદોબસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તીર્થનગરી પાલિતાણામાં વેપારીઓએ જડબેસલાક ધંધા બંધ રાખ્યા. )

-ગંભીરતા | VHPના પ્રમુખને મારી નાખવાની ધમકી બાદ
-મંગળવારે તીર્થનગરીમાં સંપૂર્ણપણે બંધ પળાયો


ભાવનગર : પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને સોમવારના મોડી રાત્રીના એક મુસ્લીમ યુવકે મોબાઇલ ઉપર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવે શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડેલ ધમકી આપવાના વિરોધમાં આજે પાલિતાણા સદંતર બંધ રહ્યુ હતુ. આ બનાવથી પાલિતાણાની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ થયાની ચર્ચા જાગી છે.

પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ રાઠોડને તેના મોબાઇલ ઉપર રાત્રિના તુ હિન્દુત્વનુ કામ બહુ કરે છે તને મારી નાખીશુ તેવી મોબાઇલ ફોનથી ધમકી આવતા ભરતભાઇ રાઠોડે પાલિતાણાના ડીવાયએસપી દેસાઇને આ વાતની જાણ કરતા દેસાઇએ તરત જ ફરીયાદ નોંધાવવા કહેલ.વિહિપ પ્રમુખ ભરત રાઠોડે મોબાઇલ નં. 9998307718 અલારખ દાઢીના દિકરા વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પો.સ્ટે.માં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે ઉપરના મોબાઇલ નંબર પરથી રાત્રિના મારા નંબર ઉપર ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. બનાવ અંગે પોલીસે આઇપીસી 504, 507 મુજબ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે.

ધમકી આપવાના વિરોધમાં પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદે આજે મંગળવારે પાલિતાણા બંધનુ એલાન આપેલ હતુ. આજે પાલિતાણા સજજડ બંધ રહ્યુ હતુ. શાળાઓ પણ બંધ રહી હતી. વિહિપના કાર્યકરો સવારમાં શહેરમાં ફર્યા હતા. આ બનાવની જાણ ભાવનગર વિહિપના આગેવાનોને થતા કિરીટભાઇ મિસ્ત્રી સહિતના આગેવાનો પાલિતાણા દોડી આવ્યા હતા. બંધના પગલે સવારમાં તનાવ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ હતુ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા બહારથી મોટો પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો હતો. બંધનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.