હનુમાનજીએ સ્વપ્નમાં આવી ચીંધ્યો ચમત્કાર ને શરૂ થયા હજારો નમસ્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક ચમત્કારથી શરૂ થયા હજારો નમસ્કાર, વહેતો થયો લોકોનો પ્રવાહ
- નિષ્કલંક પાસેના લાખણકા ગામની સીમમાં ચમત્કારી ચિત્રક વનસ્પતિના ટીલા-ટપકાં-લેપ કરીને પગના વાથી માંડીને કેન્સર સુધીની બિમારીઓ મટી જતી હોવાની માન્યતા સાથે સમગ્ર રાજ્ય અને બહારના પ્રરપ્રાંતીય હજારો લોકોનો વહેતો થયેલો પ્રવાહ


જિલ્લાના યાત્રાસ્થળ નિષ્કલંકથી આગળ લાખણકા ગામની સીમમાં ચિત્રક નામની વનસ્પતિના જડીબુટ્ટી તરીકેના પ્રયોગ દ્વારા તમામ રોગ મટી જતાં હોવાની માન્યતા સાથે અહીં દર શનિવારે સમગ્ર રાજ્ય અને બહારના પરપ્રાંતીય હજારો લોકોનો પ્રવાહ વહેતો થયો છે. છેલ્લા ૬ મહિ‌નાથી શરૂ થયેલા આ માનવ પ્રવાહના મૂળમાં ભેસૂડી હનુમાનજીનું સ્થળ છે.

હનુમાનજીએ સ્વપ્નમાં આવીને લાખણકાના પ્રૌઢ કાવાભગતને એક દવા ચીંધી અને તેમણે આ સ્થળે પ્રયોગો કરતાં કેટલાક લોકોને ચમત્કારિક રીતે બિમારી મટી હોવાની માન્યતાએ લોકોને ગાડરિયા પ્રવાહમાં જોડી દીધા છે. ૧૮ શનિવારસુધી ભેસૂડી હનુમાન સ્થળે વિધિવિધાનો કર્યા બાદ જમીન વિવાદ પ્રકરણે તેમણે હવે લાખણકા ગામની સીમમાં નવી જગ્યાએ સ્થળાંતર કર્યું છે. તેમજ જૂના સ્થળે પણ છાયા ગામના રહેવાસીઓ અને મિત્ર મંડળ દ્વારા હાલમાં સેવાનો શમિયાણો ચાલી રહ્યો છે.

ભરૂચ, સુરત, નવસારી, મહેસાણા, ઊંઝા, રાજકોટ, જામનગર, પંચમહાલ, દાહોદ સહિ‌તના ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના પરપ્રાંતીય હજારો લોકો સારવાર માટે દર શનિવારે અહીં આવતા હોય ઘોઘા રોડ પર સવાર-સાંજ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. વા-સંધિવા, ડાયાબિટિસ, અસાધ્ય તાવ, ચિકન ગુનિયા, થાઈરોડ, બી.પી., કેન્સર જેવા કોઈપણ પ્રકારના રોગની સારવાર થતી હોય લોકો એલોપથીક, હોમિયોપેથીક, આયુર્વેદિક દવાઓથી કંટાળીને છેવટે અહીં માનસિક સારવારાર્થે આવતા થયા છે. શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂરી છે.... તે આનું નામ..

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...