દેશ-વિદેશથી ઉમટશે યાત્રાળુ, જૈનોની પવિત્ર તીર્થભૂમિ ગુંજી ઉઠશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આદિનાથનાં નાદ સાથે ગુંજી ઉઠશે શત્રુંજય ડુંગર
જૈનોની પવિત્ર તીર્થભૂમિ પાલિતાણા ખાતે શત્રુંજ્ય ડુંગર પર ફાગણ સુદ તેરસ (ઢેબરા તેરસ)નાં દિવસે ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાંથી હજારો યાત્રાળુઓ જાત્રા કરવા માટે ઉમટશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના યુવક મંડળ ભાવનગર, પોલીસ તંત્ર અને એસ.ટી.તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા-શત્રુંજય પર્વતની પરંપરાગત યાત્રા ફાગણ સુદ તેરસ તા.૧૪ને શુક્રવારે યોજાશે. પાલીતાણામાં બિરાજમાન ૪પ૦થી વધુ પૂજ્ય આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીની નિશ્રામાં અંદાજિત ૭૦ હજાર જેટલા યાત્રાળુઓ આ યાત્રાનો લાભ લેશે.
પાલીતાણા ખાતે આવેલ આણંદજી-કલ્યાણજી પેઢી દ્વારા આદપુરમાં જુદા-જુદા ગામ-મંડપ-સંસ્થાના ૯૬ પાલ ઊભા કરાયા છે. ઉપરાંત ૩૦ જેટલા પાલ સંઘ પૂજન માટે ઊભા કરાયા છે. દવાની પણ સુંદર વ્યવસ્થા છે. તદ્દઉપરાંત મેડીકલની પણ સુવિધા છે. પેઢીનાં પ૦ જેટલા સિક્યુરીટી ગાર્ડ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાર્થના જૈન યુવક મંડળ ભાવનગરનાં ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો છેક તળેટીથી શત્રુંજ્ય ટોચ સુધીનાં રસ્તે વ્યવસ્થા માટે સેવા આપશે.

આગળ વાંચો પાલીતાણામાં અત્યારથી જ કેટલો ધસારો છે યાત્રાળુઓનો..