• Gujarati News
  • The Standard 12 General Stream Gujarati And English Paper

આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો ગણિતના પેપર સાથે આજથી આરંભ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તા.૧૮ માર્ચને સોમવારે ગુજરાતી અને અંગ્રેજી વિષયના દ્વિતિય વિષયના પ્રશ્નપત્ર છે. તો સોમવારથી જ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો આરંભ ગણિત વિષયના પ્રશ્નપત્ર સાથે થઇ રહ્યો છે. આ પરીક્ષા સવારે ૧૦-૩૦થી બપોરના ૨ વાગ્યા સુધીના સમયગાળામાં લેવાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. જેમાં આજે બપોરે દ્વિતિય ભાષાના પ્રશ્નપત્રમાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્ર લેવાશે. બાદમાં ચિત્રકામ, કમ્પ્યૂટર પરિચય તેમજ સંસ્કૃત, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્ર બાકી રહેશે. એટલે કે આર્ટસ ફેકલ્ટીના પ્રશ્નપત્રો બાકી રહેશે.
ભાવનગર જિલ્લામાં કુલ ૪૮૪૭ વિદ્યાર્થીઓ ધો.૧૨, સાન્યસના ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપવાના છે. જેમાં એ ગ્રૃપમાં ૩૨૩૮, બી ગ્રૃપમાં ૧૬૦૭ અને એબી ગ્રૃપમાં ૨ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ભાવનગર જિલ્લામાં ત્રણ કેન્દ્રો ભાવનગર, બોટાદ અને મહુવા કેન્દ્ર ખાતે લેવામાં આવશે.

સાયન્સમાં આ વર્ષે એકાંતરાને બદલે રોજ પરીક્ષા...
જ્યારે સાયન્સમાં રોજ પેપર ગત વર્ષ સુધી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની એક પરંપરા હતી કે એકાંતરા પરીક્ષા લેવામાં આવતી હતી આ વર્ષે પણ ધો. ૧૦માં એકાંતરા પરીક્ષા જ હતી પણ તેનાથી જે ર્કોસ લાંબો અને થોડો કઠિન છે તેવા વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં સોમવારે ગણિત તો મંગળવારે કેમેસ્ટ્રી જ્યારે બુધવારે ફિઝિક્સનું પ્રશ્નપત્ર છે. તેમાં એકાંતરા પરીક્ષા હોત તો થોડું વધુ સારૂ હોત.