• Gujarati News
  • The Resort Location Is Unique Among Drunken Bhavnagar

ભાવનગરમાં દારૂડીયા માટેનું અનોખુ આશ્રય સ્થાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના બોરડીગેટ વિસ્તારમાં સિટી બસ માટેનું બસ સ્ટેન્ડ છેલ્લાં ઘણા સમયથી દારૂડીયાઓ માટે સૂવા-બેસવાનું મુખ્ય સ્થાન બની ગયું હોય સિટી બસમાં આવન-જાવન કરતા બોરડીગેટ વિસ્તારના પેસેન્જરોને તો ક્યાં ઊભા રહેવું તે પેચિદો પ્રશ્ન બની ગયો છે. દારૂ પીધેલા અહીં બસસ્ટેન્ડમાં લંબાવી દે છે અને દારૂ ઉતરે એટલે બસ સ્ટેન્ડમાંથી ઉતરી ચાલ્યા જાય છે. જ્યાં દારૂબંધી છે તે ગુજરાતમાં આ રીતે પડેલા પીધેલા તો દારૂની છૂટવાળા રાજ્યોમાં પણ જોવા નહીં મળતા હોય. આ ન્યૂસન્સને ડામવા પોલીસ તંત્ર પણ ચૂપ છે સામે જ પોલીસ ચોકી હોવા છતાં આ દારૂડીયા ટેસથી આરામ ફરમાવે છે.