• Gujarati News
  • The Plight Of Suraka In Sihor Della A Road Vehicle Drivers From Toba Toba

સિહોરમાં સુરકાના ડેલા પાસે રોડની દુર્દશાથી વાહન ચાલકો તોબા-તોબા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં સુરકાના ડેલા પાસેનો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે.આ રસ્તો સાવ તૂટી ગયો છે. રસ્તામાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. અમુક જગ્યાએ તો લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. જેને કારણે અહીં કયારેક અકસ્માત પણ સર્જા‍ઇ શકે તેમ છે. રોડ તદ્ન ખરબચડો બની ગયો, અમુક જગ્યાએ લોખંડના સળિયા બહાર નીકળી ગયા હોય,અહીંથી પસાર થનાર વાહનચાલકો હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહયા હોય અને આમ છતાં તંત્ર આ રસ્તાને રિપેર કરવા માટે કોઇ ઠોસ કદમ ન ઊઠાવે તેનાથી વિશેષ કરુણતા સિહોરવાસીઓ માટે બીજી કઇ હોઇ શકે? અહીંથી પસાર થવું એટલે ઊંટ સવારીનો અનુભવ. મોટા-મોટા ખાડા તેમજ સળિયાને કારણે વાહનોના ટાયરને પંચર પડી જાય છે.

આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન ટાણા, વરલ, મઢડા,દેવગાણા, બુઢણા, ભાંખલ, ઢુંઢસર, ગુંદાળા(ટા), સરકડિયા (ટા), લવરડા, બેકડી સહીતના અને છેક તળાજા અને મહુવા સુધી જતા વાહનો પસાર થતાં હોય છે.

આમ છતાં આ બાબતની પડી છે કોને ? લોકો હેરાન-પરેશાન થઇ રહયા છે.છતાં તંત્ર પગલાં લેતું નથી.વારંવાર બિસ્માર બની જતો આ રસ્તો સુપર બનાવવા માટે તંત્ર જરૂરી પગલાં લે તેવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. આગામી દિવસોમાં ચોમાસુ આવશે ત્યારે આ રોડ પરથી પસાર થવું બેહદ કપરું બની જશે. આ અંગે તંત્ર જાગૃત બનીને વહેલામાં વહેલી તકે આરોડ બનાવવા યોગ્ય કદમ ઉઠાવે અત્યંત આવશ્યક છે.