• Gujarati News
  • The Chancellor And The Students Were The Result Matters Heading

પરિણામના મામલે ભા.યુનિ.ના કુલપતિ અને વિદ્યાર્થીઓ આમને-સામને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૪ હજારથી વધુ વિદ્યાર્થી‍ઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન આડેધડ કરાયાનો વિદ્યાર્થી‍ આગેવાનોનો સીધો આક્ષેપ જો આવતીકાલે હકારાત્મૌ જવાબ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિ‌ટી દ્વારા નવેમ્બર અને ડીસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામોમાં પક્ષપાત કરાયો હોવાનો આક્ષેપ



મહારાજા કુષ્ણકુમાસિંહજી ભાવનગર યુનિ.માં આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો બાદ જે નાપાસ થયા છે તે વિદ્યાર્થી‍ની વહારે આગેવાનો આવ્યા છે અને સીધો આક્ષેપ કર્યો છે કે યુનિ. દ્વારા પરીક્ષાના આવતા આપણી યુનિ.ના ચારેક હજારથી વધુ વિદ્યાર્થી‍ઓને અન્યાય થયો છે. આ મામલે આગામી સોમવારથી એનએસયુઆઇ દ્વારા લડતના મંડાણ કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. તો સામા પક્ષો કુલપતિ ડો.ડી.આર.કોરાટે સ્પષ્ટ જણાવ્યું છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકન તો વિષય નિષ્ણાતો દ્વારા થતાં હોય છે તેમાં યુનિ.નો કોઇ હાથ હોતો નથી તેમજ કોઇ સાથે પક્ષપાત રખાતો નથી.

તાજેતરમાં યુનિ. દ્વારા જે પરિણામો જાહેર કરાયા તેમાં જે નાપાસ થયા છે તેમાં મોટા ભાગના વિદ્યાર્થી‍ઓ તો યુનિ. સંલગ્ન કોલેજોના જ છે. જ્યારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં નાપાસની સંખ્યા સાવ ઓછી છે. એટલે કે સેલ્ફ ફાયનાન્સ કોલેજોને લાભ કરવા યુનિ.એ સાંઠગાંઠ હોવાનો સીધો આક્ષેપ એનએસયુઆઇના પવન મજીઠીયાએ કરી જો આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં માત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જ અસ્તિત્વ ટકી રહેશે. કેટલીક સેટિંગ વગરની સેલ્ફ ફાયનાન્સ કોલેજોના પણ પરિણામ નબળાં રહ્યાં છે તેમ એનએસયુઆઇના રાજપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે.

આ નાપાસ થયેલા વિદ્યાર્થી‍ઓએ કુલ રૂ.૨૦ લાખથી વધુ રકમનો ખર્ચ તો રિએસેસમેન્ટ માટે કરી નાખ્યો છે. એક વિષયના રૂ. પ૦૦ અને બેવિષયના રૂ.૭પ૦ લેખે યુનિ.ને ધૂમ કમાણી થઇ રહી હોવાનો પણ આક્ષેપ કરી આ સમગ્ર પ્રકરણમાં યુનિ.ના તમામ ટોચના સત્તાધિશો સામે તપાસની માંગ અને વિદ્યાર્થી‍ઓની ઉત્તરવહીને અન્ય યુનિ.માં તપાસવા માંગ કરી છે. આ પ્રકરણે તા.૧૮ માર્ચને સોમવાર સુધીમાં કોઇ નિર્ણય નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.