સરકાર હસ્તકના મંદિરોના વિકાસનો ગાળિયો કોર્પોરેશનના ગળામાં નખાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તખ્તેશ્વર મહાદેવ મંદિરની ફાઈલ તસવીર)
-તખ્તેશ્વર મહાદેવ મંદિર અને જશોનાથ મંદિરના આધુનિકરણની રૂા.૭૦ લાખની ગ્રાન્ટ એક વર્ષથી ટલ્લે ચડયા બાદ કોર્પોરેશનને જવાબદારી સોંપી

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા પોતાના હસ્તકની મિલ્કતો જાળવી શકતી નથી અને તેનો વિકાસ કરી શકતી નથી ત્યાં ઓછામાં પુરૂ સરકાર હસ્તકની મિલકતો પણ આધુનિકરણ કરવાનું કોર્પોરેશનના માથે આવ્યું. સરકાર હસ્તકના તખ્તેશ્વર મહાદેવ મંદિર અને જશોનાથ મંદિરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ ર્બોડે ફાળવેલા રૂા.૭૦ લાખમાંથી સરકાર એક ફદીયુ’ય નહીં વાપરી શકતા બન્ને મંદિરના આધુનિકરણ માટે રૂા.૭૦ લાખ કોર્પોરેશનને આપી દેતા વિવાદ સર્જા‍યો છે.

ભાવનગર શહેરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ કર્મચારીઓની ઘટને કારણે પૂર્ણપણે ગ્રાન્ટ વાપરી શકાતી નથી. તદ્દઉપરાંત કોર્પોરેશનના બાગબગીચા, શાળાઓ, શોપિંગ સેન્ટરો સહિ‌તની મિલ્કતોનું રિપેરિંગ પણ થતું નથી. કોર્પોરેશનનું પડુપડુ થતું મુખ્ય બિલ્ડિંગના રિપેરીંગનો પણ થોડા સમય પૂર્વે જ મેળ પડયો છે. જ્યારે ટાઉનહોલના રિપેરિંગનો વિવાદ તો હજુ ઉભો જ છે. ત્યાં સરકાર હસ્તકના તખ્તેશ્વર મહાદેવ મંદિર અને જશોનાથ મહાદેવ મંદિરના આધુનિકરણનો બોજ પણ કોર્પોેરેશન પર લાદતા વિવાદ છંછેડાયો છે. તખ્તેશ્વર અને જશોનાથ મંદિરના ડેવલપમેન્ટ માટે યાત્રાધામ વિકાસ ર્બોડે ગત વર્ષે રૂા.૭૦ લાખની ફાળવણી કરી હતી. ત્યારબાદ ચૂંટણી સહિ‌તની રૂકાવટો અને ૮ મહિ‌નાથી ફાઈલ સંબંધિત વિભાગમાં પડી રહી અંતે મેન અને મશીનરી પાવરના બહાના તળે કોર્પોરેશનના ગળામાં બન્ને મંદિરના આધુનિકરણનો ગાળિયો નાખી દીધો છે અને રૂા.૭૦ લાખનો ચેક પણ તાબડતોબ કોર્પોરેશનને આપી દેતા અમલીકરણ એજન્સીના થયેલા બદલાવથી વિવાદ છંછેડાયો છે.

અમલીકરણ એજન્સી બદલી શકે
સરકાર હસ્તકની મિલ્કતમાં પણ જો સરકારને યોગ્ય લાગે તો તેના ડેવલપમેન્ટ માટે અમલીકરણ એજન્સી બદલી શકે છે.
વી.પી. પટેલ, મ્યુ.કમિશનર

સીધીવાત
મહેન્દ્રભાઈ ત્રિવેદી
ચેરમેન યાત્રાધામ વિકાસ બોર્ડ


તખ્તેશ્વર અને જશોનાથ મંદિરના ડેવલપમેન્ટનું કામ ક્યા સ્ટેજે છે ?
આર્કિટેક દ્વારા ડિઝાઈન બનાવી પ્લાનિંગ શરૂ છે. ઝડપથી કામ શરૂ થશે.
કોના દ્વારા મંદિરના વિકાસ કામ થશે ?
આર એન્ડ બી પાસે સ્ટાફનો અભાવ છે પરંતુ મંદિરોનો વિકાસ આર એન્ડ બી દ્વારા જ થશે.