ભાવનગરમાં ૩૨ કલાત્મક તાજિયાનું ઝૂલુસ નિકળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શુક્રવારે ઘોઘાના દરિયામાં તાજિયા ટાઢા કરાશે
- ભાવનગર શહેરમાં યા હુસૈન... ઈમામ હુસૈન...’ના નારા સાથે ગુરૂવારે રાત્રે તાજિયા ફરશે
ભાવનગર શહેર અને જિલ્લા સહિ‌ત સમગ્ર સૌરાષ્ટ્રનાં મુસ્લિમ બિરાદરો મહોરમની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યાં છે. હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓએ કરબલામાં ધર્મ અને સત્યના કાજે વહોરેલી શહાદતની સ્મૃતિમાં ભાવનગર શહેરમાં આ વર્ષે ૩૨ કલાત્મક અને રંગદર્શી તાજીયાઓ બનાવાયા છે.
આ તાજીયા તા.૧૪ નવેમ્બરને ગુરૂવારે સાંજે પડમાં આવશે અને ગુરૂવારની આખી રાત તાજીયાના ઝુલુસ શહેરના વિવિધ માર્ગો પર ફરશે. બાદમાં શુક્રવારે ઘોઘાના સમુદ્રમાં રાત્રે તાજીયાને ટાઢા કરાશે. દરમિયાનમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા તંત્ર સાથે તબક્કાવાર બેઠકો યોજી આયોજનને આખરી ઓપ આપી રહ્યાં છે. જેથી શહેરમાં કોમિ એકતા અને ભાઈચારાના વાતાવરણમાં તાજીયાનું ઝુલુશ પૂર્ણ થાય.
ભાવનગર શહેરમાં મહોરમ માસમાં મઝલીસ, વાએઝ, ઈબાદત સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. નવાપરા, આંબાચોક, દીવાનપરા રોડ, માણેકવાડી, સાંઢીયાવાડ, રાણીકા, વડવા સહિ‌તના મુસ્લિમ વિસ્તારોમાં તા.૧૪ નવેમ્બરને ગુરૂવારે સાંજે કલાત્મક અને રંગદર્શી તાજીયા પડમાં આવશે. શહેરમાં ૩૨ જેટલા તાજીયા તેના સ્થાને આવી જશે અને મોડી રાત્રે તાજીયા સાથે માતમ ઝુલુસ નિકળશે. તા.૧પ નવેમ્બરને શુક્રવારે આ તમામ તાજીયાને રાત્રે ઘોઘાના દરિયામાં ટાઢા કરાશે. માતમી ઝુલુસના રૂટ પર ન્યાઝ, સબીલા, શરબત, ઠંડા પાણી વિ.નું વિતરણ કરાશે અને 'યા હુસૈન... ઈમામ હુસૈન.’ના નારા સાથે યુવાનો આ ઝુલુસમાં માતમભેર જોડાશે.
દરમિયાનમાં શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો કલેકટર, પોલિસ, વિ. તંત્ર સાથે તાજીયાના આયોજન માટે અને કોમી એખલાસ અને ભાઇચારાનુ વાતાવરણ રહે તેમજ તેમાં કોઇ અડચણ ન નડે તે માટે તબક્કાવાર બેઠકો યોજી રહ્યાં છે અને તેના આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મહોરમના પર્વ પૂર્વે ભાવનગર શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓને ધર્મ અને સત્યની રક્ષા માટે જાનની કુરબાનીને સલામી આપતા બેનરો જોાવ મળી રહ્યાં છે. મુસ્લિમ સમાજ આ પર્વની માતમભેર ઉજવણી તા.૧૪ નવેમ્બર અને તા.૧પમી નવેમ્બરે કરશે.
- મહોરમ એટલે ગમ અને ઇબાદતનો માસ
મહોરમનો માસ ઈસ્લામમાં ઈબાદત અને ગમનો માસ ગણાય છે. મહોરાના માસમાં ઈસ્લામી હિ‌જરી સન. ૬૧ની દશમી મહોરમ, શુક્રવારના દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓને ધર્મ અને સત્યની રક્ષા માટે જાનની કુરબાની આપવી પડી હતી.