સિહોરમાં ભાજપના રાજકીય કાર્યક્રમમાં તંત્રનો દુરૂપયોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિ‌તના અનેક હોદ્દેદારો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે
ભાવનગર શહેર તેમજ જિલ્લા ભાજપ આયોજિત ભાવનગર લોકસભા સીટનું દીપાવલી સ્નેહ મિલન આવતીકાલ તા.૧૨ને મંગળવારે સાંજે ૪થી૬ કલાકે સિહોર મુકામે રાખેલ છે જેમાં પ્રશાસનનો દુરૂપયોગ કરાતા ભારે વિવાદ સર્જા‍યો છે. સિહોર ખાતે યોજાનાર સ્નેહ સંમેલન કાર્યક્રમ ભાજપનો રાજકીય કાર્યક્રમ છે. જેમાં કોઈપણ સરકારી આયોજન નથી. તેમ છતાં આ રાજકીય કાર્યક્રમમાં પ્રશાસનનો દુરૂપયોગ કરાયો છે. મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી કાર્યકરોને સંબોધશે. તે વિડીયો કોન્ફરન્સની મશીનરી કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સની ઉપયોગમાં લેવાઈ છે. જેથી ભારે વિવાદ સર્જા‍યો છે.
સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ, પ્રદેશ ઉપાધ્યક્ષ શંભુનાથજી, જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, પરશોત્તમભાઈ સોલંકી, આત્મારામભાઇ પરમાર, સંધ્યાબેન વ્યાસ, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા અને શહેર ભાજપના અધ્યક્ષ, હોદ્દેદારો માર્ગદર્શન આપશે.