• Gujarati News
  • Suggested Four Lane Will Be Destroyed Large scale Property

વલભીપુરમાં સુચિત ફોર લેન થી મોટા પાયે મિલકતો ધ્વસ્ત થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે માર્ગિ‌ય બનાવવામાં પણ અનેક મિલકતોને જમીન દોસ્ત કરાઇ
- મિલકતોની લે-વેચના વ્યવહારો પર અસર


વલભીપુરમાંથી નિકળતો સ્ટેટ હાઈવે-૩૬ આગળ ઘેલો નદીનાં બ્રિજ પસાર કર્યા પછી અમરેલી-અમદાવાદ ધોરી માર્ગ સાથે જોડાય જાય છે. બે જિલ્લાઓને ટચ કરતા આ રોડ પર દિન-પ્રતિદિન વધતા જતાં ટ્રાફીકનાં કારણે વાહન અકસ્માતો બનતા રહે છે.આ અકસ્માત નિવારણ સાથે આજની તાતી જરૂરીયાત ઝડપ પણ હોય. તેથી આ બે માર્ગીય ધોરી માર્ગને ફોરલેન બનાવવા સાથે વચ્ચે આવતા તમામ નાના-મોટા પુલ કોઝવે સહિ‌તને પહોળા તેમજ ઉંચા કરવા માટે તત્કાલીન કલેકટર પ્રદિપ શાહનાં સમયે ગાંધીનગરનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વલભીપુર તાલુકાના ખેડુતો અને નાગરીકો સાથે સૂચિત પ્રોજેકટનો વીડીયોગ્રાફી સાથે જરૂરી જમીન સંપાદન બાબતે રેસ્ટ હાઉસ ખાતે જાહેર ચર્ચા સાથે વાંધાઓ રજુ કરવા મીટીંગ યોજવામાં આવી હતી. આ બાબત ને ઘણો સમય વિતી ગયેા હોય. લોકાનાં મગજમાંથી સૂચિત ફોરલેન માર્ગ વીસરાય ગયો હતોં.

ત્યાં થોડા દિવસોથી લેન્ડ રેકર્ડ અને માર્ગ અને મકાન વિભાગ મારફત ફોટોગ્રાફી સાથે શહેરમાંની હાઈવે ઉપર આવેલ દુકાનો,રેસ્ટોરન્ટ, જાહેર તેમજ ખાનગી મિલ્કતોનો સર્વે હાથ ધરતા હાઈવે ઉપર મિલ્કત ધરાવતા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે કે, ૮ વર્ષ પૂર્વે બે માર્ગીય રસ્તો બનાવતા સમયે લોકોની મિલ્કતોનો મોટાભાગનો હિ‌સ્સો કપાતમાં આવી હતી. એ કપાણ જગ્યાની હજુ લોકોને કળ વળી નથી. ત્યાં ફોરલેન રસ્તા માટે જો મળતી વિગત મુજબ હાઇવે માટે ડીમોલેશન હાથ ધરવામાં આવશે તો હાલમાં હાઈવે જે કાંઇ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી મિલ્કતો આવેલ છે. તે મોટાભાગની સફાચટ થઇ જશે. આથી સૂચિત ફોરલેન હાઈવેની અસમંજસતાને લીધે હાઈવે નજીકની મિલ્કતોનાં વેચાણ વ્યવહાર ઉપર સંપુર્ણ બ્રેક લાગી ગઇ છે.

- ફોર લેનની કાર્યવાહી હાથ ઉપર જ છે

ગુજરાત રોડ વિકાસ નિગમ ગાંધીનગર નિર્માણ બોર્ડ દ્વારા સૂચિત ફોરલેન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં બરવાળા થી ભાવનગર તરફ આવતા પૂર્વ દિશા બાજુ સેન્ટ્રલ લાઈનથી ૩પ મીટર અને પ‌શ્ચિ‌મ દિશા તરફ ૨પ મીટર રસ્તો પહોળો કરવાનો પ્રોજેકટ છે. જેમાં આર એન્ડ બી.એ માત્ર દેખરેખ પુરતી કામગીરી કરવાની છે.
- ડી.એમ. દરજી, એસ.ઓ.વલભીપુર માર્ગ અને મકાન વિભાગ